1.45 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને એક વર્ષની કેદ
દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદનો હુકમ ઃ નવ વર્ષ પહેલા ગ્રે કાપડના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા
સુરત
દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદનો હુકમ ઃ નવ વર્ષ પહેલા ગ્રે કાપડના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા
નવ
વર્ષ પહેલાં આર્ટસિલ્ક-ગ્રેકાપડના જથ્થાની ઉધાર ખરીદીના પેમેન્ટ પેટે આપેલા 1.45 લાખના ચેક રીટર્ન
કેસમાં આરોપી વેપારીને એડીશ્નલ સેશન્સ જજ અતુલ મોહનભાઈ વસાવાએ એક વર્ષની કેદની સજા
ફટકારી છે.
પાંડેસરા ચીકુવાડી સ્થિત સોનલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આર્ટ સિલ્ક તથા ગ્રે કાપડનું ઉત્પાદન કરતાં ફરિયાદી ગોવિંદભાઈ સોમનાથે વર્ષ-2014માં અમર જ્યોતિ ક્રિએશનના આરોપી સંચાલક કાનસિંગ ગુલાબસિંગ રાઠોડ(રે.જ્વલંત ટાઉનશીપ,બોમ્બે માર્કેટ પાસે)ને કુલ ૨.૫૯ લાખની કિંમતનો ઉધાર માલનું વેચાણ કર્યું હતુ.જેના બાકી પેમેન્ટ પેટે આરોપીએ આપેલા 1.45 લાખના ચેક રીટર્ન થતાં કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપી એક એક વર્ષની કેદ, રૃ.2.59 લાખનો દંડ ન ભરે તો વધુ છ માસની કેદ આરોપી દંડ ભરે તો ફરિયાદીને વળતર પેટે ચુકવવા નિર્દેશ આપી કોર્ટમાં ગેરહાજર રહેલા આરોપી વિરુધ્ધ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.
jj