Get The App

સ્મીમેરમાં ગુમ થયેલું સોનાનું મંગલસૂત્ર પરત કરી માર્શલે ઈમાનદારી દાખવી

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
સ્મીમેરમાં ગુમ થયેલું સોનાનું મંગલસૂત્ર પરત કરી માર્શલે ઈમાનદારી દાખવી 1 - image


- સ્મીમેરમાંથી મોબાઈલ ચોરી કરતા યુવાનને માર્શલે પકડયો

     સુરત :

સુરત મ્યુનિ. સંચાલિત સ્મીમેર હોસ્પિટલ છેલ્લા કેટલાક દિવસથી અનેક પ્રકારના વિવાદોમાં ઘેરાઈ રહી છે. તેવા સમયે દર્દીનું ગુમ થઈ ગયેલું રૃ.૫૦ હજારની કિંમતનું સોનાનું મંગલસૂત્ર માર્શલે પરત કરી ઈમાનદારી દાખવી હતી.  આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરી કરતા  યુવાનને એક માર્શલે ઝડપી લીધો હતો.

પલસાણાના ચલથાણ ગામે શુગર ફેક્ટરી પાસે રહેતા રમેશભાઈ રામેશ્વર મિશ્રા  શનિવારે સ્મીમેર હોસ્પિટલમાં પત્ની સોનુંની સારવાર કરાવવા આવ્યા હતા. તેમની પત્નીનેે એક્સ રે વિભાગમાં લઇ ગયા હતા. ત્યાં ટેકનીશીયને તેમને સાનાનું મંગળસુત્ર અને ધાતુંની વસ્તુઓ ઉતારવા કહ્યુ હતુ. બાદમાં તેમને સોનોગ્રાફી માટે રૃમમાં લઇ ગયા હતા. ત્યારે સ્મીમેરમાં કેસ બારી નજીક પત્નીના હાથમાંથી મંગલસુત્ર પડી ગયુ હતુ પણ તેમને ખબર પડી ન હતી. તે સમયે ત્યાંથી પસાર થતા સ્મીમેર હોસ્પિટલના માર્શલ સંદિપભાઈની નજર મંગળસુત્ર પર પડતા લઇ લીધું હતુ અને સિક્યુરીટી ઓફિસમાં જમા કરાવ્યું હતુ. બીજી તરફ દંપતીને ખબર પડતા મંગલસુત્રની આમતેમ શોધખોળ કરતા હતા. સિક્યુરીટી ઓફિસમાં જઇને પુછતા તેમને મંગળસુત્ર મળી ગયું હતુ. માર્શલ સંદિપભાઇએ ઇમાનદારી દાખવતા રૃ.૫૦ હજારની કિમંતનું મંગળસુત્ર તેમને પરત મળતા ચહેરા પર ખુશી જોવા મળી હતી.

આ સાથે સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી મોબાઇલ સહિતની ચોરીઓ થઇ રહી હોવાની ફરિયાદો ઉઠી છે. તેવા સમયે એક-બે દિવસ પહેલા સ્મીમેરમાં માર્શલે એક શંકાસ્પદ યુવાન પકડી પુછપરછ કરતા તેની પાસેથી ચોરીના ત્રણ મોબાઇલ અને પૈસા મળી આવ્યા હતા. જેથી તે યુવાન પોલીસને હવાલે કરાયો હતો.


Google NewsGoogle News