Get The App

સૂર્ય પ્રકાશથી ગ્રીન એનર્જી; સોલાર રૂફટોપ પેનલ હવે 1લાખ 16 હજાર ઘરોમાં લાગશે

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
સૂર્ય પ્રકાશથી ગ્રીન એનર્જી; સોલાર રૂફટોપ પેનલ હવે 1લાખ 16 હજાર ઘરોમાં લાગશે 1 - image


રાજકોટ સર્કલમાં રિવાઇઝડ ટાર્ગેટ : 3 કિલોવોટની પેનલમાં સબસીડી : સોલાર રૂફટોપ દ્વારા સૌથી વધુ ગ્રીન એનર્જી મેળવવામાં લક્ષ્મીનગર સબ ડિવિઝન પ્રથમ સ્થાને; મવડી સબ ડિવિઝનને સૌથી વધુ 9,000 પેનલનો લક્ષ્યાંક

રાજકોટ, : સુર્યદેવ થકી ગ્રીન એનર્જી મેળવવામાં સોલાર રૂફ ટોપની યોજના હેઠળ રજાકોટ શહેરનાં જુદા-જુદા સબ ડિવિઝનને 1,16,400 પેનલ લગાડવાનો રીવાઇઝડ લક્ષ્યાંક ફાળવવામાં આવતા માર્ચ-2025પહેલાં ટારગેટ પૂરો કરવાનો હોવાથી શહેરના જુદા-જુદા ડિવિઝનો દ્વારા સોલાર રૂફ ટોપની સબસીડાઇઝ યોજનાનો લાભ મોટા પ્રમાણમાં લોકો લઇ શકે તે માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં સોલાર રૂફ ટોપની યોજના હેઠળ 6,38,000 પેનલ લગાડવાનો લક્ષ્યાંક નક્કી થયા બાદ અગાઉ ડીસે. 2024 દરમિયાન રાજકોટ સર્કલને 91400 પેનલ લગાડવાનો જે લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો. તેમાં વધારો કરીને હવે 116400 પેનલનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો. ૩ કિલોવોટની રહેણાંક વિસ્તારમાં લગાવાતી સોલાર રૂફ ટોપની પેનલમાં રૂા. 78,000 સબસીડી મળે છે. પેનલ મુકવાનો ખર્ચ 1 લાખ 70,000 જેવો થાય છે. તેવી વિગતો સાથે પીજીવીસીએલનાં સુત્રોએ જણાવ્યું હતું કે સોલાર રૂફ ટોપની યોજનામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં લક્ષ્મીનગર સબડિવિઝન અગ્રેસર રહ્યું છે. અલબત રીવાઇઝડ ટાર્ગેટ પછી 9191 પેનલ લગાડવાનો લક્ષ્યાંક મવડી સબ ડિવિઝનને ફાળવવામાં આવ્યો છે. કાલાવાડ રોડ સબ ડિવિઝનને 7441 પેનલ લગાડવાનો જે લક્ષ્યાંક આપવામાં આવ્યો છે તે પૈકી મહદઅંશે કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. રહેણાંક વિસ્તારોમાં સિટી-1માં 34663, સિટી-2 હેઠળના વિસ્તારોમાં 44170 અને સિટી-3 હેઠળનાં વિસ્તારોમાં કુલ 37567 સોલાર રૂફ ટોપ પેનલ લગાડવાની રહેશે. 


Google NewsGoogle News