આજે યુનિ.ના પદવીદાન સમારોહમાં ડિગ્રી અને ગોલ્ડ મેડલ મેળવવામાં ગર્લ્સનો દબદબો રહેશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીનો ૭૩મો પદવીદાન સમારોહ ૨૯ ડિસેમ્બર, રવિવારે યુનિવર્સિટી હેડ ઓફિસ પાછળના કોન્વોકેશન ગ્રાઉન્ડ પર યોજાશે.પદવીદાન સમારોહમાં ડિગ્રી મેળવવામાં અને ગોલ્ડ મેડલ મેળવવામાં ગર્લ્સનો દબદબો રહેશે.
કારણકે આ પદવીદાન સમારોહમાં કુલ ૧૩૮૬૨ સ્ટુડન્ટસને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરવામાં આવશે અને તેમાંથી ૭૬૧૫ ગર્લ્સ અને ૬૨૪૫ બોયઝ છે.જ્યારે ૨ ટ્રાન્સજેન્ડર પણ ડિગ્રી મેળવશે.તેની સાથે સાથે સ્ટુડન્ટસને ૩૨૫ ગોલ્ડ મેડલ મળવાના છે.આ પૈકી ૧૯૬ ગોલ્ડ મેડલ ગર્લ્સ અને ૧૨૯ ગોલ્ડ મેડલ બોયઝના ફાળે ગયા છે.
યુનિવર્સિટીની માત્ર ટેકનોલોજી અને મેનેજમેેન્ટ ફેકલ્ટી જ એવી છે જેમાં ડિગ્રી મેળવનારાઓમાં બોયઝની સંખ્યા ગર્લ્સ કરતા વધારે છે.ગોલ્ડ મેડલની વાત કરવામાં આવે તો સાયન્સ, ટેકનોલોજી, સોશ્યલ વર્ક, જર્નાલિઝમ અને ફાર્મસીમાં ગર્લ્સ કરતા વધારે ગોલ્ડ મેડલ બોયઝને મળ્યા છે.બાકીની ૧૦ ફેકલ્ટીમાં ગર્લ્સનો હાથ ઉપર રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના પગલે રાજકીય શોકના કારણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પદવીદાન સમારોહમાં હાજર રહેવાનો ઈનકાર કર્યો હતો.આમ પહેલી વખત ચીફ ગેસ્ટ વગર સાદાઈથી પદવીદાન સમારોહ યોજાશે અને તેમાં ચાન્સેલર તેમજ વાઈસ ચાન્સેલરના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે.સમારોહનો પ્રારંભ સવારે ૧૦-૩૦ વાગ્યાથી થશે.
સત્તાધીશોએ વિદ્યાર્થીઓના હિતને આગળ ધરીને સમારોહ યોજવાનું કારણ આગળ ધર્યું છે.મહત્તમ વિદ્યાર્થીઓ સમારોહમાં આવે તે માટે ફેકલ્ટી ડીનોને સૂચના આપવામાં આવી છે.
મેડિસિન-એજ્યુકેશનના તમામ મેડલ ગર્લ્સને
ફેકલ્ટી બોયઝ ગર્લ્સ
આર્ટસ ૧૯ ૧૮
સંસ્કૃત મહાવિદ્યાલય ૨ ૪
સાયન્સ ૨૩ ૨૦
એજ્યુકેશન ૦ ૧૭
કોમર્સ ૧૧ ૧૨
મેડિસિન ૦ ૨૩
ટેકનોલોજી ૪૩ ૨૩
લો ૪ ૧૬
ફાઈન આર્ટસ ૩ ૧૬
હોમસાયન્સ ૨ ૨૧
સોશ્યલ વર્ક ૫ ૩
પરફોર્મિંગ આર્ટસ ૬ ૧૧
મેનેજમેન્ટ ૪ ૬
જર્નાલિઝમ ૨ ૧
ફાર્મસી ૫ ૦
કઈ ફેકલ્ટીમાં કોને કેટલી ડિગ્રી
ફેકલ્ટી ગર્લ્સ બોયઝ
આર્ટસ ૭૨૫ ૩૮૩
કોમર્સ ૪૦૫૨ ૩૨૬૬
એજ્યુકેશન ૩૧૬ ૮૬
હોમસાયન્સ ૪૨૫ ૪૬
ફાઈન આર્ટસ ૧૪૨ ૬૧
જર્નાલિઝમ ૩૬ ૨૩
લો ૩૭૮ ૩૦૯
મેનેજમેન્ટ ૩૬ ૧૦૫
મેડિસિન ૨૪૦ ૨૦૦
પરફોર્મિંગ આર્ટસ ૭૧ ૬૬
ફાર્મસી ૪૦ ૩૯
સાયન્સ ૭૮૬ ૬૮૭
સોશ્યલ વર્ક ૭૯ ૭૨
ટેકનોલોજી ૨૮૯ ૯૦૨