વડીયાના ખાખરિયા નજીક રેઢી કારમાંથી રૃા.૨.૮૭ લાખનો વિદેશી દારૃ પકડાયો
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી
પોલીસને જોઈ કારચાલકે કાર ભગાડી નાસ્યો પણ પોલીસે પીછો કરતા સીમવિસ્તારમાં કારને રેઢી મૂકી નાસી ગયો
વડીયા : વડિયા પોલીસને મળેલી બાતમીના આધારે વોચ રાખી દારુ લઈને જતી કારમાંથી વિદેશી દારૃ ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી પણ કાર ચાલકે પોલીસને જોઈ કાર ભગાડતા પોલીસે પણ પીછો કરતા ચાલક કાર રેઢી મુકી નાસી છુટયો હતો. આ કારમાંથી આખરે ૪૨૦ બોટલ દારૃ પકડાયો હતો.
બનાવની વધુ વિગત મુજબ માવજીંજવા ગામનો સુરેશ રાણકુભાઈ નાટા
નામનો શખ્સ ફોરવ્હીલમાં દારૃ ભરીને માવજીંજવા ગામે જઈ રહ્યો છે એવી પોલીસને બાતમી
મળી હતી. જેના આધારે પોલીસે વોચ રાખી હતી અને બાતમી વાળી કાર આવતા જ ખાખરિયા પાસે
રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ કાર ચાલક નાસી છુટયો હતો. આથી પોલીસે પણ એ કારનો
પીછો ચાલુ કર્યો હતો. આખરે આ કાર ચાલક સીમવિસ્તારમાં કાર રેઢી મુકીને નાસી ગયો
હતો. જેની પોલીસે તલાશી લેતા એમાં જુદી જુદી બ્રાન્ડની ૪૨૦ બોટલ વિદેશી શરાબ મળી
આવ્યો હતો. જેની કિંમત રૃા.૨.૮૭.૬૫૨ તેમજ કારની કિમત સાડા છ લાખ મળી કુલ રૃા.૯.૩૭
લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.