Get The App

પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપીની ડીસ્ચાર્જ અરજી નામંજુર

ચાર્જશીટ બાદ આરોપીએ પોતાની વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસનો પુરાવો ન હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી હતી

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News


પોક્સો એક્ટના ભંગના ગુનામાં આરોપીની ડીસ્ચાર્જ અરજી નામંજુર 1 - image

સુરત

ચાર્જશીટ બાદ આરોપીએ પોતાની વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસનો પુરાવો ન હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ  કરી હતી

    

પાંડેસરાની તરૃણીને લગ્નની લાલચે યુ.પી.ખાતે વતનમાં ભગાડી જઈને એકથી વધુવાર શરીર સંબંધ બાંધી પોક્સો એક્ટના ભંગના ગુનાના આરોપીએ ચાર્જશીટ રજુ થયા બાદ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા કરેલી માંગને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી છે.

પાંડેસરા પોલીસે એપ્રિલ-2023 દરમિયાન ભોગ બનનાર તરૃણીને પ્રેમસબંધમાં ફસાવી લગ્નની લાલચ આપીને આરોપી ધર્મરાજ ઉર્ફે અજય ઉર્ફે ડાકટર નંદલાલ બિન્દ પોતાના મિત્ર વિકાસ સાથે ટ્રેનમાં બેસાડીને ભોગ બનનારને પોતાના યુ.પી.ના ભદોઈ ભગાડી ગયો હતો.આરોપીએ ભોગ બનનાર સાથે એકથી વધુવાર શરીર સંબંધ બાંધીને પોક્સો એક્ટના ભંગ કર્યો હતો.જેથી પાંડેસરા પોલીસે આરોપી ધર્મરાજ ઉર્ફે અજય બિન્દની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

આ કેસમાં પોલીસે ચાર્જશીટ રજુ કરતાં આરોપી ધર્મરાજે પોતાની વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસનો પુરાવો ન હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા કોર્ટમાં અરજી કરી હતી.બચાવપક્ષે જણાવ્યું હતં કે બનાવ બાદ 16 દિવસ મોડી ફરિયાદનો ખુલાસો નથી.ભોગ બનનાર સગીર હોવાનો તથા આરોપીએ શરીર સંબંધ બાંધ્યા હોવાનો તબીબી પુરાવા નથી.આરોપી ચાર્જફ્રેમ કરવા જેટલો પણ પુરાવો ન હોઈ ક્રીમીનલ પ્રોસિજર કોડની કલમ-239 હેઠલ ડીસ્ચાર્જ કરવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી તેજશ એ.પંચોલીએ જણાવ્યું હતું કે ભોગ બનનારનું ઓસિફેકિશન ટેસ્ટ કરાવતા ઉંમર 14 થી 16 વર્ષની છે.ભોગ બનનારે કોર્ટ સમક્ષ નિવેદનમાં પણ આરોપીએ તેને પતિ -પત્ની તરીકે સાથે રાખેલી હોવાનું જણાવ્યું હોઈ આરોપી વિરુધ્ધ મજબૂત પુરાવો છે.આરોપી તથા ભોગ બનનારને નવરાત્રિમાં મુલાકાત થયા બાદ મોબાઈલ નંબરની આપ લે થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો.આરોપીએ ભાગવાની ના પાડતાં ભોગ બનનાર બનાવના દિવસે પોતાની ઘરેથી નીકળી જઈને આરોપી તથા તેના મિત્રની સાથે ટ્રેન મારફતે ભદોઈ ગઈ હતી.જ્યાં બંને પતિ પત્ની તરીકે રહેવા દરમિયાન શરીર સંબંધ બાંધ્યા હતા.જેથી કોર્ટે ભોગ બનનારનુ નિવેદન,કોલ ડીટેલ્સ વગેરેને ધ્યાને લઈ આરોપી વિરુધ્ધ ચાર્જ ફરમાવી શકાય તેટલો પુરવો હોવાનો નિર્દેશ આપી આરોપીની ડીસ્ચાર્જ અરજી નકારી કાઢી હતી.


suratcourt

Google NewsGoogle News