ગ્રોમોર શૈક્ષિણક સંકૂલ ૮૧.૫૦ કરોડમાં ખરીદીને બીજો હપતો ન ભર્યો
ભુપેન્દ્રસિંહ ઝાલાએ શિક્ષણ જગતમાં લાંછન લગાવ્યું
ગ્રોમોરમાં અભ્યાસ કરતા ૪૫૦૦ જેટલા બાળકોના હિતમાં સરકાર વહીવટદારની નિમણૂંક કરે તેવી શક્યતા
અમદાવાદ,શુક્રવાર
બી ઝેડ ગુ્રપ દ્વારા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન , શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં નામ કમાવવા માટે ભુપેેન્દ્રસિંહ ઝાલાએ સુવ્યવસ્થિત કૌભાંડ આચર્યું હતુ. જેેમા તેણે સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગ્રોમોરને ૮૧.૫૦ કરોડમાં ખરીદવાની ડીલ કરી હતી. જે પૈકી ત્રણ હપતા પૈકીનો ૨૬ કરોડનો પ્રથમ હપતો ચુકવ્યો હતો. ત્યારબાદ બાકીના બે હપતા ચુકવાયા નથી. જેના કારણે હવે આ ડીલ ભાંગી પડી છે. જેના કારણે ૪૫૦૦ જેટલા બાળકોનું હિત જોખમાયુ છે. ત્યારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન આવે તે ધ્યાન રાખવામાં આવશે.
ભુપેન્દ્રસિંહ ઝાલાએ શૈક્ષણિક સ્તરે પોતાનો સિક્કો જમાવવા માટે ગ્રોમોર નામની સાબરકાંઠાની સૌથી શૈક્ષણિક સંસ્થા ખરીદવા માટેની કામગીરી કરી હતી. આ ડીલ તેણે ૮૧.૫૦ કરોડમાં કર્યો હતો. જેમાં સરખા હિસ્સામાં ત્રણ હપતા ચુકવવા માટેનું નક્કી થયું હતું. જેમાં તેણે ગત ફેબુ્રઆરી મહિનામાં ૨૬ કરોડ રૃપિયા આપ્યા હતા. ત્યારબાદ તેને ટ્રસ્ટમાં ઉમેરવામાં આવ્યો હતો અને તેણે નવી ડીલ મુજબ નવુ ટ્રસ્ટ પણ તૈયાર કર્યું હતુ.
જો કે મે મહિના બાદ તે ૨૭.૧૬ લાખનો બીજો હપતો ચુકવવામાં નિષ્ફળ રહ્યો હતો. આમ, જેના કારણે હવે આ ડીલ ભાંગી પડતા ૪૫૦૦ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ન મુકાઇ તે માટે ગ્રોમોરના ટ્રસ્ટીઓએ રજૂઆત કરી છે કે સરકાર આ બાબતે દરમિયાનગીરી કરે અને જરૃર પડે વહીવટદારની નિમણૂંક કરવામાં આવે. જો કે સુત્રોના જણાવ્યા મુજબ ગ્રોમોર એજ્યુકેશન ડીલમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આપેલો રૃપિયા ૨૬ કરોડના હપતાની રકમ સરકારની દરમિયાનગીરીથી સીઆઇડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવશે અને શૈક્ષણિક સંકૂલની કામગીરી પુનઃ ગ્રોમોરના જુના ટ્રસ્ટીઓને સોંપવામાં આવશે.