Get The App

ગાંધીનગરમાં બનેવીએ સગીર સાળી ઉપર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
ગાંધીનગરમાં બનેવીએ સગીર સાળી ઉપર વારંવાર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી 1 - image


ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક સરગાસણમાં આવેલી સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાંધકામ સાઈટ ઉપર રહેતા મધ્યપ્રદેશના પરિવારમાં બનેવીએ સાળી ઉપર વારંવાર બળાત્કાર ગુજારીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે હાલ સગીરાના પિતા દ્વારા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા ગુનો દાખલ કરાયો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સરગાસણમાં ગુડા દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સની બાંધકામ સાઈટ ઉપર અલગ અલગ રાજ્યમાંથી આવેલા શ્રમજીવી પરિવારો રહે છે ત્યારે મધ્યપ્રદેશનો પરિવાર પણ અહીં કામ અર્થે આવ્યો હતો. જ્યાં પતિ પત્નીની સાથે પત્નીની બહેન પણ રહેતી હતી. 

આ દરમિયાન થોડા મહિનાઓ અગાઉ સાળી રાત્રે સૂઈ રહી હતી તે દરમિયાન બનેવી તેની પાસે ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. સગીરા દ્વારા આ મામલે કોઈ ફરિયાદ કરવામાં નહીં આવતા બનેવી અવારનવાર તેની પાસે જતો હતો અને તેનું શારીરિક શોષણ કરતો હતો. દરમિયાનમાં આ પરિવાર નવા કામની શોધમાં મહારાષ્ટ્ર પહોંચ્યો હતો અને આ દરમિયાન આ સગીરા દ્વારા બનેવીને કંઈક અજુગતું લાગતું હોવાની જાણ કરી હતી. 

જેથી તેમણે મધ્યપ્રદેશ પહોંચ્યા બાદ તબીબને બતાવીશું તેમ કહ્યું હતું. દરમ્યાનમાં તબીબ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ સગીરાને સવા મહિનાનો ગર્ભ છે. જેના પગલે પરિવારજનો દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમાં બહાર આવ્યું હતું કે બનેવી દ્વારા જ તેની ઉપર વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જેના પગલે હાલ સગીરાના પિતાની ફરિયાદના આધારે અડાલજ પોલીસ દ્વારા બનેવી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 



Google NewsGoogle News