Get The App

6 મજુરોના ભોગ લેનાર સચિન GIDC ગેસકાંડમાં વધુ એક આરોપીના જામીન રદ

અમરનાથ પાલે ટેન્કર ચાલક સુરેન્દ્રસિંગને હેઝાર્ડ્સ કેમીકલ વેસ્ટ ખાડીમાં ઠાલવવાનું જણાવી વોચમાં રહીને 40 હજાર મેળવ્યા હતા

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
6 મજુરોના ભોગ લેનાર સચિન GIDC ગેસકાંડમાં વધુ એક આરોપીના જામીન રદ 1 - image


 સુરત

અમરનાથ પાલે ટેન્કર ચાલક સુરેન્દ્રસિંગને હેઝાર્ડ્સ કેમીકલ વેસ્ટ ખાડીમાં ઠાલવવાનું જણાવી વોચમાં રહીને 40 હજાર મેળવ્યા હતા


મુંબઈની હાઈકેલ કંપની તથા વડોદરાની સંગમ એન્વાયરોન્મેન્ટ કેમીકલ કંપનીના મેળા પિપણામાં હેઝાર્ડ્સ કેમીકલ વેસ્ટ સચીન જીઆઈડીસીની ખાડીમાં ગેરકાયદે ઠાલવતા 6 કારીગરોનો મોત નિપજાવી સાપરાધ મનુષ્ય વધ તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયિમના ભંગ બદલ સચીન જીઆઈડીસી પોલીસે જેલભેગા કરેલા વધુ એક આરોપી ટેન્કર ચાલકે ચાર્જશીટ બાદ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીનની માંગન ેએડીશ્નલ સેશન્સ  જજ કૃત્તિ સંજય ત્રિવેદીએ નકારી કાઢી છે.

આજથી એકાદ વર્ષ પહેલાં મુંબઈની હાઈકેલ  કંપની તથા વડોદરાની સંગમ એન્વારોન્મેન્ટ કેમીકલ કંપનીના મેળાપિપણામાં સચીન જીઆઈડીસીની ખાડીમાં ગેરકાયદે હેઝાર્ડસ કેમીકલ વેસ્ટના નિકાલ દરમિયાન સર્જાયેલા ગેસકાંડમાં છ મજુરોના મોત નિપજાવવા તથા અન્યના સ્વાસ્થ્ય પર વિપરિત અસર પહોંચ હતી.જેથી આ મુંબઈ-વડોદરાની કેમીકલ કંપનીઓ, ટ્રાન્સપોર્ટર, ટેન્કર ચાલક વગેરે વિરુધ્ધ સચીન જીઆઈડીસી પોલીસે સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત કારસો રચવા, પર્યાવરણ અધિનિયમના ભંગ તથા ગુનાઈત ફોર્જરી બદલ ગુનો નોંધી આરોપીઓને જેલભેગા કર્યા હતા.હાલમાં આ કેસમાં ઓગષ્ટ-22થી જેલવાસ ભોગવતા  મૂળ યુપીના જોનપુર જિલ્લાના વતની આરોપી અમરનાથ ઉર્ફે બબલુ પાલ(રે.વૈષ્ણોદેવી સોસાયટી,અંકલેશ્વર ભરુચ)એ ચાર્જશીટ રજુ થયા બાદ આ કેસના અન્ય આરોપીઓને શરતી જામીન મળ્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ તપાસ અધિકારીની એફીડેવિટ રજુ કરી જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ ગંભીર ગુનામાં સક્રીય સંડોવણી હોવાનો પ્રથમ દર્શનીય કેસ છે.સહઆરોપી ટેન્કર ચાલક સુરેન્દ્રસિંગે હેઝાર્ડસ કેમીકલ વેસ્ટ ભરેલા ટેન્કરમાં લગાડેલી જીપીએસ કાઢી લઈ કેબીનમા ંસંતાડીને પાનોલી જીઆઈડીસી હોટેલ એક્સેલ પાસે સહ આરોપી જયપ્રતાપ ગુપ્તા ઉર્ફે ગુડ્ડુ વિશાલ ઉર્ફે છોટુ યાદવ તથા હાલના આરોપી અમરનાથ ઉર્ફે બબલુએ  ટેન્કર ખાડીમાં ખાલી કરવા રવાના થયા હતા.આરોપીઓએ સચીન જીઆઈડીસી પાસે બાલાજી ટાઉનશીપની ખાડી પાસે ટેન્કર ખાલી કરાવવા લાવ્યા હતા.જ્યાં વોચમાં રહીને આરોપીઓની ગુનામાં મદદગારી કરવા બદલ આરોપી વિશાલયાદવે આરોપી  અમરનાથને 40 હજાર આપ્યા હતા.જે પૈકી 31 હજાર તેની પાસે રાખી બાકીના નાણાં અન્ય આરોપીને આપ્યા હતા.આરોપીને જામીન આપવાથી બનાવ સમયે ઈજાગ્રસ્ત સાક્ષીઓને હાલના આરોપી ધાકધમકી આપી પુરાવા સાથે ચેડા કરે અથવા પરપ્રાંતીય હોઈ નાસી ભાગી જાય તેવી સંભાવના છે.


suratcourt

Google NewsGoogle News