10 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને બે વર્ષની કેદ
ચીક્કીની ઉધાર ખરીદીના 10 લાખના બાકી પેમેન્ટ ચેક આપ્યા હતા ઃ ગેરહાજર આરોપી વિરુધ્ધ પકડ વોરંટ ઈસ્યુ કરાયું
સુરત
ચીક્કીની ઉધાર ખરીદીના 10 લાખના બાકી પેમેન્ટ ચેક આપ્યા હતા ઃ ગેરહાજર આરોપી વિરુધ્ધ પકડ વોરંટ ઈસ્યુ કરાયું
ત્રણેક વર્ષ પહેલાં 12.21 લાખની કિમતની ચીક્કીના ઉધાર ખરીદીના બાકી પેમેન્ટ પેટે આપેલા 5 લાખના એક એવા બે ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ અર્જુન પ્રતાપસિંગ રણધીરે બે વર્ષની કેદની સજા કરી છે.
પાર્ક શેલ્ડરેકના નામે ચીક્કીના જથ્થાબંધ વેપાર સાથે સંકળાયેલા ફરિયાદી કંપનીના ઓથોરાઈઝ પર્સન કરન તરાડ(રે.શાલીગ્રામ ફ્લેટસ,અડાજણ)એ પટેલ ટ્રેડર્સના આરોપી સંચાલક નિલેશકુમાર કાંતીભાઈ પટેલ(રે.શાલીભદ્ર પેલેસ,નવસારી)ને વર્ષ-2021 દરમિયાન કુલ રૃ.12.21 લાખની કીંમતની ચીક્કી ઓર્ડર મુજબ મોકલી આપી હતી.જે પૈકી 10 લાખના બાકી પેમેન્ટ પેટે આરોપીએ ફરિયાદીને ૫ લાખના બે ચેક લખી આપ્યા હતા.જેને ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતાં માર્ચ-2021ના રોજ આરોપીના ખાતામાં અપુરતા ભંડોળના શેરા સાથે પરત ફરતા કોર્ટમાં ફરિયાદ નોધાવાઇ હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપીને બે વર્ષની કેદ, ફરિયાદીને ચેકની લેણી રકમ બે માસમાં ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી ગેરહાજર આરોપી વિરુધ્ધ સજા વોરંટ ઈસ્યુ કરવા હુકમ કર્યો છે.