ચાંદખેડામાં એકલી રહેતી ઉત્તરપ્રદેશની યુવતીને ઘરે લઇ જઇ શખ્સે લાજ લૂંટી
રીસોર્ટમાં રસોઇ કરવાની નોકરીની લાલચ આપીને
માલિકીનાં રીસોર્ટમાં ફિલ્મી શુટિંગ થતાં હોવાની વાત કરનારો આરોપી યુવતીને ગાડીમાં બેસાડીને પોતાના ઘરે લઇ ગયો હતો
ભાડાના મકાનમાં રહેતી અને જનતાનગરમાં રસોઇનું કામ કરવા જતી
૨૩ વષય યુવતી શરૃઆતે તેના બહેન,
બનેવીને ત્યાં આવી હતી. બાદમાં તેઓ ચાલ્યા જતાં એકલી રહીને રોજગારી રળવા લાગી
હતી. દરમિયાન ત્રણેક મહિના પહેલા ભરતસીંગ રાજપૂરોહિત નામના શખ્સનો યુવતી પર ફોન
આવ્યો હતો. તેણે યુવતીને નોકરીની જરૃરત હોવા અંગે પૂછયુ ત્યારે યુવતીએ તેની નોકરી
ચાલુ હોવાનો જવાબ આપ્યો હતો. પરંતુ આરોપીએ પોતાની માલિકીનો રિસોર્ટ છે અને ત્યાં
ફિલ્મોનાં શુટિંગ થતાં હોવાથી નાશ્તા બનાવવા અને રસોઇ બનાવવાનું કામ કરવાની વાત
કરી હતી. દરમિયાન ગત જાન્યુઆરી મહિનામાં આરોપીએ ફરી ફોન કરીને યુવતીને સાબરમતી
મેટ્રો સ્ટેશન પાસે બોલાવીને ફરી નોકરી કરવા આવવાની વાત કરી હતી. આ મુલાકાત બાદ
આરોપી ફોન કરીને યુવતી સાથે વાતચીત કરતો રહ્તો હતો. એક સપ્તાહ પહેલા ફરી મેટ્રો
સ્ટેશન પાસે બોલાવી ત્યારે આરોપી ગાડી લઇને આવ્યો હતો અને યુતીને બેસાડીને ગાડી
ચાલતી કરી પહેલા તારે બેથત્રણ દિવસ માટે મારા ઘરે રસોઇ કરવાની રહેશે અને ત્યાર બાદ
રિસોર્ટમાં કામ કરવાનું રહેશે તેવી વાતો કરવા સાથે ઘરે લઇ ગયો હતો. જ્યાં આરોપીની
પત્ની હાજર ન હતી. ત્યારે યુવતીને ત્રીજા માળે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.