Get The App

સુરતમાં ચોથા માળની ગેલેરીમાં રમતી 4 વર્ષની બાળકી નીચે પટકાઈ, ટુંકી સારવાર દરમિયાન મોત

બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
સુરતમાં ચોથા માળની ગેલેરીમાં રમતી 4 વર્ષની બાળકી નીચે પટકાઈ, ટુંકી સારવાર દરમિયાન મોત 1 - image



સુરતઃ (Surat)શહેરમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. (4 year old girl falls down)ઘરમાં રમતા નાના બાળકો પ્રત્યે બેદરકાર રહેનાર વાલીઓને સાવધાન કરતી ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં ચાર વર્ષની બાળકી રમતાં રમતાં ચોથા માળની ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી અને ટુંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. 

માતા બિમાર હતી અને પિતા ઘરકામમાં વ્યસ્ત હતાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના નવાગામ ખાતે મુળ ઉત્તર પ્રદેશના રાહુલ મોર્યા પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. રાહુલ એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈ કાલે તેમની ચાર વર્ષની દીકરી અંકિતા તેની નાની બહેન સાથે ઘરમાં રમી રહી હતી. રાહુલનું ઘર ચોથા માળે હોવાથી બંને દીકરીઓ ગેલેરીમાં રમતી હતી. તેની માતા બિમાર હોવાથી રૂમમાં સુઈ ગઈ હતી. જ્યારે પિતા ઘરના અન્ય કામમાં વ્યસ્ત હતાં. આ દરમિયાન તેમની દીકરી અંકિતા આવી અને એક પુરી લઈને ગેલેરીમાં રમવા જતી રહી હતી. 

વાલીઓ માટે આ ઘટના એક લાલબત્તી સમાન કિસ્સો

અંકિતા અને તેની બહેન ગેલેરીમાં રમતાં હતાં ત્યારે અચાનક અંકિતા ગેલેરીમાંથી રમતાં રમતાં નીચે પટકાઈ હતી. તેના પિતા દીકરીનો અવાજ સાંભળીને દોડી ગયા હતાં. બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી પણ તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. પરિવારમાં મોટી દીકરીનું મોત થતાં જ શોકનો માહોલ છવાયો હતો. બાળકોને લઈને બેદરકાર રહેતા વાલીઓ માટે આ ઘટના એક લાલબત્તી સમાન કિસ્સો છે. 


Google NewsGoogle News