કચ્છમાં 3000 વર્ષ જૂનાં પક્ષીના પગલાંના નિશાન મળ્યા, ખોદકામ દરમિયાન વૈજ્ઞાનિકોએ કરી શોધ
Kutch News : કચ્છમાં રણમાં ખોદકામ દરમિયાન વૈજ્ઞાનિકોને 3000 વર્ષ જૂના શોરબર્ડ નામના પક્ષીના પગલાંના નિશાન મળ્યા છે. ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા વિસ્તાર ભૂસ્તરશાસ્ત્રીય દ્વારા સંશોધન હાથ ધર્યું હતું. જેમાં અલ્લાહ બંધ પાસેના કરીમ શાહી વિસ્તારમાં પક્ષીઓના પગના નિશાન મળી આવ્યા છે.
3000 વર્ષ જૂના પક્ષીઓના પગના નિશાન મળ્યા
કચ્છના રણમાં ભારત-પાકિસ્તાન બોર્ડર નજીકના અલ્લાહ બંધ પાસેના કરીમ શાહી વિસ્તારમાં 3000 વર્ષ જૂના પક્ષીઓના પગના નિશાન મળી આવ્યા છે. સંશોધકોનું કહેવું છે કે, 'પક્ષીઓની છાપ કાંપના સ્તર નીચે હતી. નજીકમાં આશરે 20 કિલોમીટર દૂર જળાશય આવેલું હતું. હજારો વર્ષ પહેલા અહીં ભરતીના પાણી નીચા ગયા હોવાની શક્યતા છે.'
વૈજ્ઞાનિકોની શોધને લઈને ભુજની આરઆર લાલન કૉલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર પડિયાએ જણાવ્યું હતું કે, '1819ના ભૂંકપથી નિર્મિત થયેલા અલ્લાહ બંધ પાસેના કરીમ શાહી વિસ્તારમાં આ પક્ષીઓના નિશાન મળી આવ્યા છે.'