Get The App

12 વર્ષની બાળાને મુંબઇ ભગાડી દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ, 50 હજાર દંડ

જોન સૈયદને અપહરણના ગુનામાં મદદગારી કરવા બદલ મિત્ર અબ્દુલ શેખને પાંચ વર્ષની સખત કેદ ઃ પીડિતાને રૃા.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
12 વર્ષની બાળાને મુંબઇ ભગાડી દુષ્કર્મ કરનારને 20 વર્ષની સખત કેદ, 50 હજાર દંડ 1 - image


 

 સુરત

જોન સૈયદને અપહરણના ગુનામાં  મદદગારી કરવા બદલ મિત્ર અબ્દુલ શેખને પાંચ વર્ષની સખત કેદ ઃ પીડિતાને રૃા.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ

      

રાંદેરની 12 વર્ષીય બાળાને મુંબઈ ભગાડી જઈને દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સખ્તકેદ,50 હજાર દંડ  ભરે તો પીડીતાને 45 હજાર વળતર ચુકવવા તથા દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદ તથા અને સહ આરોપી મિત્રને અપહરણના ગુનામાં પાંચ વર્ષની સખત કેદ- દંડની સજા  તથા ભોગ બનનારને રૃ.1.50 લાખનું વળતર ચૂકવવા આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ હુકમ કર્યો છે

રાંદેર પોલીસ મથકની હદમાં રહેતી 12 વર્ષની દીકરીના ફરિયાદી પિતાએ ગઈ તા.22-1-2024ના રોજ પોતાની સગીર પુત્રીને ટ્રેનમાં મુંબઈમાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરવા અંગે  રાંદેર પોલીસ મથકમાં  ફરિયાદ નોંધાવી હતી.જેથી મુંબઈ પોલીસે ભોગ બનનાર તરુણી સાથે  કેટરર્સનો ધંધો કરતા 23 વર્ષીય આરોપી જોન અબ્બાસ અફઝલ હુસેન કાઝમી સૈયદ (રે. બેગનવાડી, શિવાજીનગર ,મુંબઈ) તથા મૂળ બિહારના દરભંગા જીલ્લાના વતની 23 વર્ષીય સહ આરોપી અબ્દુલ હકીમ ઉર્ફે મુસ્તફા અબ્દુલ વહાબ શેખ (રે.શિવાજીનગર,ગોવંડી, મુંબઈ )ની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.

આજરોજ કેસ કાર્યવાહીની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આરોપીઓના બચાવ પક્ષે મુખ્યત્વે ભોગ બનનારને તેની માતા સાથે ઝઘડો થતાં પોતે સ્વેચ્છાએ ઘરથી નીકળી ગઈ હતી.જેથી આરોપીઓએ અપહરણ  કરી દુષ્કર્મ આચરવા અંગે કરેલી હાલની  ખોટી ફરિયાદ કર્યોનો બચાવ લીધો હતો. તદુપરાંત ફરિયાદ અને ભોગ બનનારના નિવેદનો વચ્ચે મોટા પાયા વિરોધાભાસ આવે છે.જેથી આરોપીઓ વિરુધ્ધ ફરિયાદપક્ષ શંકા રહિત કેસ સાબિત કરી શક્યો ન હોઈ આરોપીઓને શંકાનો લાભ આપવા માંગ કરી હતી.ભોગ બનનારે પોતે ઈન્સ્ટાગ્રામથી આરોપીના સંપર્કમાં આવ્યાનું જણાવ્યું છે.

જેના વિરોધમાં સરકાર પક્ષે એપીપી દીપેશ દવે એ કુલ 14 સાક્ષી તથા 49દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી જોન સૈયદને મહત્તમ 20 વર્ષની કેદ, 50 હજાર દંડ ભરે તો રૃ.45 હજાર ભોગ બનનારને વળતર તરીકે  ચૂકવવા અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ભોગવવા માટે હુકમ કર્યો છે. જ્યારે સહ આરોપી અબ્દુલ સલીમ ઉર્ફે મુસ્તુફા અબ્દુલ વહાબ શેખને કોર્ટે ઈપીકો- 363 સાથે વાંચતા 114 ના ગુનામાં દોષી ઠેરવી 5 વર્ષની સખ્ત કેદ,5 હજાર દંડ ન ભરે તો વધુ 3 માસની કેદ  તથા અન્ય ગુનામાં આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ કર્યો છે. જ્યારે ભોગ બનનારને કોર્ટે વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૃ.1.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

 ભોગ બનનાર તથા ફરિયાદીની જુબાની ઝુમ એપ્લિકેશનથી લેવાઈ હતી


રાંદેર વિસ્તારની 12 વર્ષની તરૃણીને મુંબઈ ભગાડી જઈને દુષ્કર્મ કેસના આરોપી જોન અબ્બાસ સૈયદ તથા તેના અપહરણના ગુનામાં મદદગારી કરનાર સહઆરોપી અબ્દુલ સલીમ શેખ વિરુધ્ધના કેસમાં બનાવ બાદ ફરિયાદી તથા તેના પરિવારના સભ્યો વિદેશ જતાં રહ્યા હતા.જેથી આ કેસની કાર્યવાહી દરમિયાન ફરિયાદી પિતા તથા ભોગ બનનાર પીડીતાએ ઝુમ એપ્લિકેશનથી ઓનલાઈન જુબાની લેવા વિનંતિ પત્ર રકજુ કર્યો હતો.જેથી કોર્ટે બંનેની જુબાની ઓનલાઈન લઈને પોક્સો એકટની કલમ -33 થી 37ની જોગવાઈનું પાલન કર્યું હતુ.


suratcourt

Google NewsGoogle News