સુનિતાના પિતાને ગોવિંદા અને દીકરીના લગ્ન મંજૂર નહોતા, સુનિતાએ કહ્યું - ઘણું સહન કર્યું...
Image: Facebook
Govinda Sunita Ahuja Divorce Rumors: બોલિવૂડના હીરો નંબર 1 ગોવિંદા પત્ની સાથે ડિવોર્સના સમાચારોને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર ગોવિંદા અને સુનીતા લગ્નના 37 વર્ષ બાદ અલગ થઈ રહ્યાં છે. બંનેનો સંબંધ મુશ્કેલ સમયથી પસાર થઈ રહ્યો છે. સુનીતા અને ગોવિંદાના લવ મેરેજ થયા હતા પરંતુ ઓછા લોકો જાણે છે કે ગોવિંદા સાથે લગ્નને લઈને સુનીતાના પિતા રાજી નહોતા. સુનીતાના પિતાએ ગોવિંદા સાથે તેના લગ્ન પણ અટેન્ડ કર્યાં નહોતા.
આ પણ વાંચો: ગોવિંદા લગ્નનાં 37 વર્ષ બાદ છૂટાછેડા લઈ રહ્યો હોવાની અટકળો
સુનીતાએ જૂના ઈન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે 'ગોવિંદાથી લગ્ન બાદ મને ખૂબ એડજસ્ટમેન્ટ કરવું પડ્યું હતું કેમ કે મારી લાઈફસ્ટાઈલ ખૂબ અલગ હતી. હું મારા પતિ ગોવિંદાથી ખૂબ પ્રેમ કરતી હતી તેથી મે બધું જ સહન કર્યું. મારા માતા હોટ પેન્ટ પહેરતાં હતાં, પાલી હિલમાં રહેતાં હતાં. ખૂબ અમીર ઘરના હતાં. જોકે, મારા પિતા આર્થિક રીતે એટલા મજબૂત નહોતા. જ્યારે ગોવિંદા સાથે મારા લગ્ન થયા ત્યારે હું માત્ર 18 વર્ષની હતી. લગ્નના એક વર્ષ બાદ 19ની ઉંમરે અમારા ઘરે પુત્રી ટીનાનો જન્મ થયો હતો. મે જ્યારે ગોવિંદા સાથે લગ્ન કર્યાં હતાં, ત્યારે તેમનો પરિવાર ખૂબ મોટો હતો. હું તે સમયે માત્ર 18 વર્ષની હતી. 19 વર્ષની ઉંમરમાં પુત્રી થઈ ગઈ હતી, ત્યારે મને લાગ્યું હતું કે હું પોતે જ બાળકી છું. લગ્ન બાદ તાત્કાલિક ગોવિંદાએ મને કહ્યું હતું કે જ્યાં સુધી મારા માતા જીવતાં છે તેઓ જ ઘરના મુખ્ય વ્યક્તિ રહેશે. મે મારા પતિની આ શરત માની લીધી હતી કેમ કે હું તે સમયે ગોવિંદાથી ખૂબ જ પ્રેમ કરતી હતી.