'6 મહિના અગાઉ સુનિતાએ જ ગોવિંદા પાસે છૂટાછેડા માગ્યા હતા...', વકીલનો ખુલાસો
Image: Facebook
Govinda Sunita Ahuja Divorce Rumors: બોલિવૂડ એક્ટર ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાની ચર્ચાએ ચાહકોને ચિંતિત કરી દીધાં છે. હવે આ સમગ્ર મામલે ગોવિંદાના વકીલ અને ફેમિલી ફ્રેન્ડ લલિત બિંડલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કપલના સંબંધની હકીકત જણાવી છે. લલિતે ખુલાસો કર્યો કે 'સુનિતાએ થોડી ગેરસમજના કારણે 6 મહિના પહેલા ડિવોર્સ માટે અરજી આપી હતી'
ગોવિંદા-સુનિતાના ડિવોર્સનું સત્ય શું છે?
લલિતે ખુલાસો કર્યો કે 'સુનિતાએ થોડી ગેરસમજના કારણે 6 મહિના પહેલા છૂટાછેડાની અરજી આપી હતી, પરંતુ હવે કપલે આંતરિક મતભેદને ઉકેલી દીધો છે. બંને સાથે ખુશ છે. અમે નવા વર્ષે નેપાળનો પ્રવાસ કર્યો હતો. તે બંને વચ્ચે હવે બધું ઠીક છે. એક કપલ વચ્ચે આવી બાબતો થતી રહે છે. તેમનો સંબંધ મજબૂત છે અને તેઓ હંમેશા સાથે રહેશે.'
ગોવિંદા અને સુનિતા સાથે રહે છે
લલિત બિંડલે ગોવિંદા અને સુનિતાના અલગ-અલગ એપાર્ટમેન્ટ્સમાં રહેવાના સમાચારને ઠુકરાવ્યા છે. તેમણે જણાવ્યું કે 'ગોવિંદાએ સાંસદ બન્યા બાદ સત્તાવાર કાર્યો માટે નવો બંગલૉ ખરીદ્યો હતો. આ બંગલો તેમના ફ્લેટની સામે છે. ગોવિંદાને ઘણી વખત મીટિંગ્સ અટેન્ડ કરવાની હોય છે. ક્યારેક તે નવા બંગલામાં જ સૂઈ જાય છે પરંતુ કપલ હંમેશાથી સાથે રહેતું આવ્યું છે.'
કેવી રીતે વાત વણસી?
લલિતે જણાવ્યું કે 'પોડકાસ્ટ અને પબ્લિક અપિયરન્સમાં સુનિતાના અધૂરા નિવેદનને કારણે આ તમામ વાતોને પ્રોત્સાહન મળ્યું છે. લોકોએ પોતાની સગવડના હિસાબે વાતોને ઉઠાવીને કપલ વિરુદ્ધ ઉપયોગ કર્યો. જેમ કે તે કહે છે મને ગોવિંદા જેવો પતિ ન જોઈએ. પછી તે કહે છે મને ગોવિંદા જેવો પુત્ર જોઈએ. જ્યારે તે કહે છે ગોવિંદા પોતાની વેલેન્ટાઈનની સાથે છે. તો સુનિતાના બોલવાનો અર્થ હતો ગોવિંદા પોતાના કામમાં વ્યસ્ત છે પરંતુ લોકો કપલ વિશે નેગેટિવ બોલી રહ્યાં છે જ્યારે તેઓ સાથે છે. હું વિશ્વાસ અપાવું છું કે તેઓ હંમેશા સાથે રહેશે. ગોવિંદા અને સુનિતાના કોઈ ડિવોર્સ થવાના નથી.'
ગોવિંદાના ચાહકોએ હવે રાહતના શ્વાસ લીધા હશે. ગોવિંદા અને સુનિતાની હિટ જોડીને ચાહકો ખૂબ પ્રેમ કરે છે. બંને જ્યારે સાથે નજર આવે છે. લોકોને ભરપૂર એન્ટરટેઈન કરે છે. 1987માં તેમના લગ્ન થયા હતા. કપલના બે બાળકો છે, ટીના અને યશવર્ધન.