ગોવિંદા લગ્નનાં 37 વર્ષ બાદ છૂટાછેડા લઈ રહ્યો હોવાની અટકળો
- મરાઠી અભિનેત્રી સાથે અફેરની ચર્ચા
- ગોવિંદા અને પત્ની સુનિતા છેલ્લાં કેટલાય સમયથી અલગ અલગ રહે છે
મુંબઈ : ગોવિંદા અને તેની પત્ની સુનિતા લગ્નનાં ૩૭ વર્ષ બાદ હવે છૂટાછેડા લઈ રહ્યાં હોવાની અટકળો છે. બંને કેટલાંય સમયથી સાથે રહેતાં નથી તેવું ખુદ સુનિતા જણાવી ચૂકી છે.
ચર્ચા અનુસાર ગોવિંદાનું એક મરાઠી એકટ્રેસ સાથે અફેર ચાલતું હોવાનું કહેવાય છે.
થોડા સમય પહેલાં ગોવિંદા પોતાના ઘરે ડ્રોઅરમાં પિસ્તોલ મૂકતી વખતે ગોળી છૂટતાં ઘાયલ થયો હતો. તે બનાવ વખતે જ લોકોને ખબર પડી હતી કે તે અને સુનિતા સાથે રહેતાં નથી. કેટલાક લોકો તો હવે ગોવિંદાને ગોળી વાગવાના બનાવ અને તેના અને સુનિતાના અણબનાવને પણ સાથે જોડી રહ્યા છે. ગોવિંદા અને સુનિતાએ ૧૯૮૭માં લગ્ન કર્યાં હતાં. ત્યારે ગોવિંદાની વય ૧૮ વર્ષ અને સુનિતાની ૨૪ વર્ષ હતી. તેમને યશવર્ધન અને ટીના એમ બે સંતાનો છે. સંતાનો હાલ માતા સુનિતા સાથે જ રહે છે. સુનિતા છેલ્લા કેટલાય સમયથી તેના અને ગોવિંદાના સંબંધો અંગે અનેક નિવેદનો આપી રહી છે.
તેમાં તે સ્વીકારી ચૂકી છે કે તે હાલ એકલી રહે છે. તેણે ગોવિંદાના કેટલીય અભિનેત્રીઓ સાથેનાં અફેરનો પણ પર્દાફાશ કર્યો છે.