ગુજરાતી મૂવીમાં જોવા મળશે અમિતાભ બચ્ચન
નવી મુંબઇ, તા. 20 મે
2022,શુક્રવાર
ગુજરાતી ફિલ્મોના ચાહકો
માટે એક સારા સમાચાર છે. એક અપકમિંગ ગુજરાતી ફિલ્મમાં બોલીવૂડના બિગ બી જોવા
મળવાના છે. જી હા, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ગુજરાતી મૂવી ‘ફક્ત મહિલા માટે’ માં જોવા મળશે. સદીના
મહાનાયક મેગસ્ટાર Amitabh Bachchan હવે એક ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવતા દેખાશે. આ ફિલ્મમાં દિક્ષા જોષી,
યશ સોની, ભાવીની જાનિ અને પ્રશાંત બારોટ જેવાં કલાકારો છે. ગુજરાતી ફિલ્મના ચાહકોનો
એક વર્ગ છે, અમિતાભ બચ્ચનની ગુજરાતી ફિલ્માં એન્ટ્રીથી ઘણો મોટો ફર્ક પડી શકે છે.
સ્પેશ્યલ કેમિયો કરવા આવશે બિગ બી
અગાઉ બચ્ચન સાથે સરકાર 3 અને ચેહરે જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પંડિતે જણાવ્યું હતું કે, જ્યારે
બચ્ચનનો આ પ્રોજેક્ટ માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે 79 વર્ષીય અભિનેતા તરત જ ફિલ્મનો ભાગ બનવા માટે સંમત થઇ ગયા હતા.
ફિલ્મના કલાકારોએ શેર કરી પોસ્ટ
રમેશ બાલા, એક્ટર યશ
અને ફિલ્મના અન્ય સ્ટાર્સે બીગ બી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો હતો,અને
આ પોસ્ટમાં યુઝર્સના અને કલાકારોના રિએક્શન પણ જોવા લાયક હતા. સત્યમેવ જયતે, ટોટલ ધમાલ, ધ બિગ બુલ જેવી ફિલ્મોને સમર્થન આપવા માટે જાણીતા પંડિતે એક નિવેદનમાં
જણાવ્યું હતું કે, “અમિત જી વિના કોઈપણ પ્રોજેક્ટની કલ્પના કરવી મારા માટે મુશ્કેલ બની રહી
છે જેઓ વર્ષોથી મારા માટે ઘણા સારા મિત્ર અને
મારા માર્ગદર્શક રહ્યા છે. જે ક્ષણે મેં તેમને આ ફિલ્મ વિશે પૂછ્યું કે, શું તે 'ફક્ત મહિલાઓ માટે’ કેમિયો કરશે, તેમણે તરત જ, 'હા!. કહી દીધી હતી.
વધુમાં તેમણે કહ્યું
કે, બહુ ઓછા લોકો જાણે છે કે બિગ બી ભાષાશાસ્ત્રી છે, ગુજરાતી ભાષામાં તેમની સરળતા
જોઇને દરેકને આશ્વર્ય થયુ હતુ.
જ્યારે અમિતાભ બચ્ચને સેટ પર પહોંચીને સ્ક્રિપ્ટ સાંભળી હતી, ત્યારે તેઓ ખૂબ હસ્યા હતા, તેમને સ્ક્રિપ્ટમાં ફની ટ્વીસ્ટ ખૂબ પસંદ આવ્યા હતા. આ પ્રથમ વખત છે કે અમિત જી ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા છે,” ફક્ત મહિલાઓ મેટ હાલમાં 19 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.