મનની સંશુધ્ધતા, સ્થિરતા, સમતા અને જાગૃતિ એજ આનંદ અવસ્થા,
માણસના જીવનમાં જે કઈ રોજબરોજ ઘટનાઓ બને છે, એમાં શારીરિક પીડા, માનસિક વ્યથા, અસંતોષમાં દુખ અને ચિંતામાં જ માણસનું જીવન ધેરાયેલું રહે છે, તેનો અર્થ સ્વ પ્રકાશમાં સ્થિરતાજ નથી પર પ્રકાશ ધારણ કરીને જીવો છો, જે દુખ પ્રદાન કરે છે અને બીજાના જેવુ થવાની ઘેલછા જ દુખ આપે છે, તે માટે સખત મહેનત કરો છો પણ ફળ મળતું નથી, બીજા જેવા થઈ શકાતું જ નથી, માટે હતાશ નિરાશ થાવ છો, અને દુ:ખમાં સરી પડાય છે, આમ સ્વમા અને સ્વપ્રકાશમાં જ સાચી શાંતિ છે, આમ સ્વપ્રકાશ બાહ્ય સાધનાથી પ્રાપ્ત કરી શકાતો નથી, ક્યારેક વળી એમાં થોડો સમય વિશ્રાંતિ મળી રહે છે, પણ ફરી પાછી અશાંતિના મોજા ઉછળતા જ હોય છે જીવનમાં ભટકાય જ છે, અને અશાંતિમાં પાછા ઘેરાય જવાય છે. આવું અસ્થિર જીવન જીવવા આપણે આવ્યાજ નથી.
આમાંથી ભાગ્યેજ કોઈ બાકાત હશે, આમ જીવનમાં આખું જ પરીવર્તન શીલ છે, તેમાં પરમ શાંતિ અને આનંદ ક્યાંથી હોય, જ્યાં સુધી મન અશુધ્ધ છે, રાગ દ્વેષ અને દ્વેષ અંહકાર, આસક્તિ મોહ વગેરે મન સંગ્રહીને બેઠું છે, ત્યાં સુધી મન શરીર સાથે જોડાયેલું છે સ્વસ્વરૂપતા અને સ્વભાવમાં સ્થિરતા નથી. ત્યાં સુધી કાંઈક ને કાઈક ઉપાધીયો તો રહેવાની જ. આમ મનથી અને વિચારથી મુક્તિ અને ચિત્ત પ્રસન્ન એ જ જીવનમાં પરમશાંતિ અને આનંદ અવસ્થા છે.
આ વિષમ પરિસ્થિતિમાં માણસે શું કરવું તે આજનો સળગતો પ્રશ્ન છે, આનો ઉકેલ આજના બહિર્મુખી ધર્મ પાસે નથી, એટલું બરાબર અંતરથી જાણી જ લ્યો, એ માટે તો માણસે સત્ય ધર્મનો માર્ગ જ પસંદ કરવો જ પડે અને સત્ય ધર્મ ધારણ કરી આત્મિક સત્યમાં સ્થિત થઈને પોતાની જ આંતર ધ્યાનની કે આંતર સ્વાધ્યાયની કે આંતર નિરીક્ષણની કે આધ્યાત્મની આંતર ઉપાસના કરવી જ પડે અને સ્વ પ્રકાશ પ્રાપ્ત કરવો જ પડે, આમ સત્ય ધર્મનો મૂળાધાર જ અંતરમાં ઊંડા ઉતરી આંતર મોતી સ્વ સ્વરૂપ થઈને સ્વ પ્રકાશ ઉપલબ્ધ કરવાના છે. આમ આજના બાહ્ય ધર્મમાં કે ભક્તિમાં અંતરમાં ઉતરવાનું ન હોવું આંતરમોતી સ્વની પ્રાપ્તિ ન હોવી સ્વપ્રકાશ પ્રાપ્ત જ હોવો તેજ મોટો દોષ છે.
જ્યારે આંતર સાધના દ્વારા જ ચિત્ત રાગ દ્વેષથી અને અહંકારથી મુક્ત થશે, સ્વમાં સ્થિર થશો સ્વ પ્રકાશ ઉપલબ્ધ કરશો ત્યારે જ સમતા, સમત્વ, સહજતા સત્યતા અને અચલપદમાં સ્થિતતા એજ સત્ય ધર્મના આચરણની ફળ શ્રુતિ છે, સત્ય ધર્મ ધારણ કરી પ્રારંભમાંજ આત્મિક સત્ય સ્વરૂપ થઈને મન પૂરેપૂરું પરમાત્માને અર્પણ કરવાનું હોય છે, એની કસોટી એ છે કે તમારી તમામ કામનાઓ ઇચ્છાઓ અપેક્ષાઓ તૃષ્ણાઓ વગેરે તમામ ખતમ થઈ જવા જ જોઈએ સ્વપ્રકાશની પ્રાપ્તિ આજ સત્ય ધર્મના આચરણની કસોટી છે.
માણસ જ્યારે આત્મિક સત્ય સ્વરૂપ થઈને પૂરુંષાર્થ છોડતો જ નથી પણ પોતાના પ્રયત્નનો અહંકાર છોડે છે, ત્યારે જ તેનો સત્ય ધર્મ અને આંતર ભક્તિ સફળ થાય છે, ત્યારે આનંદમય સ્વપ્રકાશ અને સત્ય સંકલ્પમાં સ્થિત થવાય છે, અને આજ આત્મિક સત્યની અનુભૂતિનો રણકો છે, થાય છે અને પ્રજ્ઞાાની પ્રાપ્તિ થાય છે આજ સત્ય ધર્મના આચરણનું સ્વ પ્રકાશિત પરિણામ આમ શુધ્ધ ધર્મ સૌથી ઊચો ધર્મ તેમાં સત્ય જ મહત્વનું પાસું છે, અને સત્ય એક જ છે, આમ સત્ય મારુ હોય એમ ધર્મ મારો જ હોય, બીજાનું સત્ય એ મારૂ સત્ય બને જ નહિ તેમ બીજાનો ધર્મ મારો ધર્મ બની શકે જ નહીં, મારુ સત્ય એ જ મારો ધર્મ, સત્ય ધર્મમાં સત્ય પ્રેમ અને કરુણા ત્રણેનું આચરણ હોય આમ સત્ય એક જ છે તે મારુ જ હોય, પ્રેમમાં બે હોય અને કરુણામાં વિશાળતા છે આમ જીવનમાં કે સત્ય ધર્મમાં મારોજ ધર્મ ઉત્તમ એવા કોઈ વાદવિવાદ હોય શકે જ નહીં, સૌનો સ્વીકાર હોય અને જીવન આખું સમાધાન સમત્વ સમતા યુક્ત હોય તે જ સાચો ધાર્મિક છે.
જ્યાં પૂર્ણ રૂપે વિશાળતા ત્યાં જ સત્ય ધર્મ છે, બુધ્ધ ભગવાને ક્રષ્ણ ભગવાને કે મહાવીર ભગવાને ક્યાંય કહ્યું નથી કે મારોજ ધર્મ ઉત્તમ છે, તેને જ સ્વીકારો તેમણે તો પોતાનો વિચાર તો રજૂ કરેલ છે તેને તમારા પોતાના મન અને બુધ્ધિથી કસો અને તેમાંથી તમારું જે અમૃત નીકળે તે જ તમારો ધર્મ આમ કસ્તા તમોને જે સત્ય લાગે તેનું જ આચરણ કરો એમ જ કહ્યું છે એ જ તમારૂ સત્ય, ક્રષ્ણે આખી ગીતા કહ્યા પછી કહ્યું એ તને જે યોગ્ય લાગે તેમ કર, બુધ્ધે તો બુધ્ધિનો ઉપયોગ કરી વિશ્લેષણ કરી તને જે યોગ્ય લાગે તેમ કર એમ જ કહ્યું કે હું ખુ છું તે સત્ય છે, તેમ માનશો નહિ તમારા અંતકરણથી કસશો અને તમોને સત્ય લાગે તેનું જ આચરણ કરજો, એ જ તમારો સત્ય ધર્મ છે આવા આચરણ મારુ બચશે જ નહિ તેતો તમારું સત્ય બની રહેશે એ જ તમોને પ્રકાશિત કરશે આવું જ મહાવીર ભગવાને કહ્યું છે તમો તમારા જીવનના દીવો બનો એજ સત્ય ધર્મ છે. આમ સ્વ પ્રકાશ પ્રાપ્ત કરો અને જીવો એ જ તમારો સત્ય ધર્મ.
- તત્વચિંતક વી. પટેલ