આંતરભક્તિ દ્વારા હૃદયની પરિણામ વિશુધ્ધી થવી જોઈએ
જ્યાં સ્વાર્થ ત્યાં સત્યકે સનાતન હાજર હોય શકે જ નહીં.
(૩) માર્ગ એટલે આત્મિક સત્ય સ્વરૂપ થઈને અંતરમાં ઉતરવાનો માર્ગ જે આંતર માર્ગે ચાલતા ચાલતા સમગ્ર જીવન સંશુધ્ધ, સત્વસંશુધ્ધ, તત્વસંશુધ્ધ અને સત્ય સંશુધ્ધ કરી સમગ્ર જીવનને નિર્મળ બનાવવા આંતર પ્રવાસ કરવાનો છે અને જીવન ને નિર્મળ બનાવીને આત્માનો ભેટો કરવાનો છે.
(૪) મનન એટલે આપણું શ્રુત, જ્ઞાન- ચિંતજ્ઞાન વગેરેનું મનન કરી તેને આત્મિક સત્ય સ્વરૂપ ભાવના રૂપ જ્ઞાન બનાવવાનું છે, આમ સત્યની ભાવના જ્ઞાનમાં સ્થિર કરવી એ જ મનન છે.
(૫) મૌન એટલે નિર્વિચારતા. વિચારની શૂન્યતા આમ અહં સાથે, શબ્દ સાથે, મોહ સાથે, વાસના સાથે, રાગ અને દ્વેષ સાથે, અવિદ્યા, અજ્ઞાન સાથે પરમ મૌન સાધવવાનું છે, મૌનમાજ પરમ જ્ઞાની પ્રાપ્તિ છે, સત્યની અનુભૂતિ અને અનુભવ થાય છે, એ જ સત્ય ધર્મના આચરણનું અમૃત ફળ છે...
(૬) મનોગુપ્તી એટલે આ બધાના ફળ સ્વરૂપે, આંતર પ્રજ્ઞાની પ્રાપ્તિ, પરમચેતનાની નિરંતર જાગૃતતા, મનનો આત્મામાં લય અને તેના ફળ રૂપે અને સત્ય ધર્મના આચરણ દ્વારા જ જીવનમુક્તિ આત્મ દશા આમ મન, બુધ્ધિ, અહંકાર અંતકરણ આ ચતુષ્ઠ એ આત્માના કારણો બને છે, ત્યારે સત્વ રજસ અને તમસવૃતિ આંતર્મુખી થાય છે અને વૃત્તિ જ નિર્મૂલન અને સમગ્ર જીવન ત્રિગુણાંતિત બને છે, અને અંતરાત્માનો ભાવ છેવટે પરમાત્મા ભાવ જ બની રહે છે જેને કહેવાય છે, અનુભુતિ અને અનુભવ એજ પરમ જ્ઞાન એ જ અમૃતરૂપ જીવનની સર્વોત્તમ સિધ્ધી, આત્મ જ્ઞાન.
(૭) પ્રજ્ઞા અને જીવનમુક્તિ એટલે સત્યને ગ્રહણ કરવાની આંતર શક્તિ, એટલે કે વિશેષ જ્ઞાન એટલે આજના બુધ્ધુંઓની કથાઓમાં કે સત્સંગમાંથી પ્રાપ્ત કરેલું બુધ્ધિ પૂર્વક પ્રાપ્ત કરેલું જ્ઞાન હરગીજ નહિ પરંતુ તમારી પોતાની નૈતિકતા અને સત્યતા યુક્ત અંતર દ્રષ્ટિનો પણ સમાવેશ કરતું આંતર જ્ઞાન તેજ પ્રજ્ઞા અને જીવન મુક્તિ.
બાહ્ય જ્ઞાન કુત્રિમ છે જ્યારે અર્તજ્ઞાન તે સહજ છે, આમ બાહ્ય જ્ઞાન એ માધ્યમ સહિત છે, જ્યારે અંર્તજ્ઞાનએ કોઈપણ જાતના માધ્યમ રહિત છે જેને આપણે સહજ જ્ઞાન, અંતજ્ઞાન, અંતપ્રજ્ઞા, અંતસ્ફુરણા, પ્રત્યક્ષાનુભવ, અને અપરોક્ષાનુભ કહીએ છીએ આમ પ્રજ્ઞા બોધ એ એક આંતરિક આધ્યાત્મિક સાધનાનો અનુભવ છે. તે આજની બાહ્ય સાધનાથી સાત જન્મારે પણ પ્રાપ્ત થાય જ નહિ. આમ પ્રજ્ઞાબોધ એ શબ્દાતીત છે આમે પરમ તત્વ પરમાત્મા સ્થળ કાળની વિવિધ બાંધાઓથી પર છે, એનો અર્થ એટલો જ કે તેને પથરામાં કોઈપણ સજોગોમા કોઈ પણ પરિસ્થિતિમાં કોઈના દ્વારા પરી શકાય જ નહિ, તે સાવ જ સ્વાભાવિક અને સમજી શકાય તેવી બીના છે, તેમ છતાં બુધ્ધુંઓ સ્વાર્થ ખાતર મી પૂરે છે. અને અમોએ પૂરેલ તેમ કહે છે, ને બુધ્ધુંઓના આ બોલને આપણે સત્ય માંની લઈએ છીએ આનાથી મૂર્ખામી કઈ હોય શકે? પરમતત્વનો સ્પર્શ માત્રને માત્ર પ્રજ્ઞા જ કરી શકાય આમ કેવળ પ્રજ્ઞા જ પરમ મર્મનું દ્વાર છે. આમ પ્રજ્ઞા એ જ આપણાં જ આત્માનો પ્રકાશ છે. આત્માનું સત્ય છે, આવી પ્રજ્ઞામાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞોયના ભેદ ભુસાય જાય છે, શુધ્ધ તર્ક પ્રજ્ઞાને ઉન્મુખ કરવામાં સહાયક જરૂર નીવડે છે આમ વિચાર વ્યાપાર અટકે એટલે પ્રજ્ઞાનો જન્મ થાય. આમ વિચાર તો પૃથ્થકરણ વડે વસ્તુના હજાર ટુકડા કરી નાખે છે, આમ પ્રજ્ઞા દ્વાદ્વાતીત અને સંયાતીત જ્ઞાન છે, તે બુધ્ધિ વડે કે તર્ક વડે કે બાહ્ય સાધનાથી સતનું આકલન થઈ જ શકતું નથી. આમ સ્વનું જ્ઞાન પ્રજ્ઞાને લીધે છે. આપણી બુધ્ધિ તો બેધારી તલવાર છે, અને બંને બાજુથી કાપે છે.
આમ સત્ય ધર્મની આંતર સાધના આ સાત અંગોને સાથે રાખીને આધ્યાત્મિક સાધના દ્વારા જ પરિણામ જીવન આખું વિશુધ્ધિ કરવાની પ્રક્રિયા છે, ચાલો આપણે સત્ય ધર્મને ધારણ કરી, આત્મિક સત્ય અનુસાર સંશુધ્ધ થઈને જીવન જીવીએ, એજ જીવન મુક્તિ છે, અને આત્મ જ્ઞાન છે એ જ સર્વોત્તમ સિધ્ધિ છે. આમ લંગોટિયાને છોડો ને તમારા આત્મિક સત્ય સાથે જોડાવ એ જ કલ્યાણ.
- તત્વચિંતક વી. પટેલ