સુરતના બેગમપુરા તુલસી ફળીયામાં ગણપતિના મંડપ પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા
- મહિધરપુરા પોલીસે મળસ્કે ઝડપી પાડી રોકડા રૂ.11,350 કબજે કર્યા
- કોઈકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા મહિધરપુરા પોલીસને જાણ કરાઈ હતી
સુરત,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર
મહિધરપુરા પોલીસે બેગમપુરા તુલસી ફળીયામાં ગણપતિના મંડપ પાસે જુગાર રમતા પાંચને આજે મળસ્કે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.11,350 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે મળસ્કે 3.45 ના અરસામાં કોઈકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી કે બેગમપુરા ટોરન્ટ પાવર પાસે તુલસી ફળીયામાં કેટલાક લોકો ગણપતિના મંડપ પાસે જુગાર રમે છે. પોલીસ કંટ્રોલ રૂમે આ અંગે મહિધરપુરા પોલીસને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે ત્યાં ઘર નં.4/979 પાસે પહોંચી જોયું તો પાંચ વ્યક્તિ મંડપની લાઈટના અજવાળામાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા હતા. પોલીસે તમામને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.11,350 કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
કોણ કોણ પકડાયું
(1) નોકરીયાત કૃણાલ ચંદુભાઈ પટેલ ( ઉ.વ.30, રહે.ઘર નં.4/979, તુલસી ફળીયું, બેગમપુરા, સુરત )
(2) જરીકામ કરતા અક્ષય રાજેશભાઈ કાંગરીવાલા ( ઉ.વ.27, રહે.ઘર નં.4/949, તુલસી ફળીયું, બેગમપુરા, સુરત )
(3) મજૂરીકામ કરતા નિકુલ ભરતભાઈ રાણા ( ઉ.વ.27, ઘર નં.4/2896, હાથી ફળીયા, બેગમપુરા, સુરત )
(4) રત્નકલાકાર પ્રિતેશ પ્રકાશચંદ્ર પાલવાલા ( ઉ.વ.33, રહે.ઘર નં.311, શિવમ એપાર્ટમેન્ટ, સ્નેહસાગર સોસાયટી, કતારગામ, સુરત )
(5) મજૂરીકામ કરતા આમીરખાન અસરફખાન પઠાણ ( ઉ.વ.32, રહે.ઘર નં.4/1288, રંગુનવાલા શેરી, ઝાલાવાડ ટેકરો, સુરત )