આર્યન શાહરૂખ ખાનના વેબ શોમાં મોના સિંહનો મસ્ત રોલ
હ જુ ગયા વર્ષે એવી માહિતી જાણવા મળી હતી કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને દિગ્દર્શિત કરેલી 'સ્ટારડમ'માં મોના સિંહ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ન્યૂઝ પછી અત્યારે એવી જાણકારી મળી છે કે આર્યન ખાન અત્યારે ગોવામાં છે અને તેની વેબ સીરિઝના શુટિંગમાં અત્યંત વ્યસ્ત છે. આટલું જ નહીં, સુમાહિતગાર વર્તુળોએ તો એમ પણ જણાવ્યું છે કે ગોવાનું શિડયુલ લાંબુ છે. અગાઉ મોનાએ મુંબઈ અને દિલ્હીમાં શુટિંગ પૂરું કર્યું હતું. જોકે મોનાની ભૂમિકા વિશે કોઈ જાણકારી હજુ પ્રાપ્ત થઈ નથી.
સેટ પર આર્યન ખાન કેવા પ્રકારનો દિગ્દર્શક છે, તે વિશેે વાત કરતાં આંતરિક વર્તુળોએ એવી જાણકારી આપી હતી કે, 'સેટ પરની ગતિવિધિઓ ઓનલાઈન લીક ન થઈ જાય તે માટે આર્યન ખૂબ સતર્ક રહે છે. તે એક્ટરોને દ્રશ્યોને ખૂબ સારી રીતે સમજાવે છે. તેથી કલાકારોને તેની સાથે કામ કરવું ખૂબ જ સરળ લાગે છે. તેનું વિઝન ખૂબ જ સ્પષ્ટ છે.'
'સ્ટારડમ' વેબ સીરિઝના છ એપિસોડ હોવાનું કહેવાય છે અને તેમાં અન્ય કલાકારોમાં રણબીર કપૂર, રણવીર સિંહ, બોબી દેઓલ અને શાહરૂખ ખાન તથા કરણ જોહર પણ છે. આ સીરિઝમાં કરણનો કેમિયો હોવાની શક્યતા છે. આ વેબ સીરિઝ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પૃષ્ઠભૂમિ પર બનેલી છે અને તેની પટકથા આર્યન ખાને લખી છે.
આ વેબ સીરિઝની વિગતો જાણવા મોના સિૅઘનો સંપર્ક કરવામાં આવ્યો, મોના મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એ જે હોય તે, પણ શાહરૂખનો દીકરો ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે તે વાતની ઉતેજના જેટલી લોકોને છે એના કરતાં મોનાને અનેકગણી વધારે છે.