TV TALK .
સુધા ચંદ્રન સફળતાનો બધો યશ નસીબને આપવા તૈયાર નથી
ટીવી સીરિયલોમાં પોતાના પાવરફુલ નેગેટિવ રોલ્સ માટે જાણીતી સુધા ચન્દ્રન એક સ્વિચ ઓન-સ્વિચ ઓફ્ફ એકટ્રેસ છે. સુધાએ એકવાર કેમેરા રોલ થતો અટકી ગયા બાદ પોતાના પાત્રથી અળગા થવાની કળા જાણી લીધી છે. પોતે આ આર્ટમાં માસ્ટરી મેળવી લીધી હોવાનો દાવો કરતા પીઢ અભિનેત્રીછે, 'સેટ પર મારો મેકઅપ થઈ ગયા બાદ હું તરત મારા કેરેક્ટર (પાત્ર)માં પ્રવેશી જાઉં છું, પરંતુ શોટ્સ વચ્ચે મને મારા રોલમાંથી બહાર આવી લોકો સાથે વાતચીત કરવી, આનંદ કરવો બહુ ગમે છે. મારા પેલા ફેમસ નેગેટિવ પાત્રોને સાથે ઘરે લઈ જવાનું રાખ્યું હોત તો મારું ફેમિલી ક્યારનું વેરવિખેર થઈ ગયું હોત.'
'કહીં કિસી રોઝ'માં રમોલા સિકન્દ અને નવા ટીવી શૉ 'સફલ હોગી તેરી આરાધના'માં મેનકાના પોતાના રોલને આઇકનિક બનાવી દેનાર ચન્દ્રનનો આત્મવિશ્વાસ એટલો બુલંદી પર છે કે એ પોતાની સફળતાનો યશ એકલા નસીબને નથી આપતી. 'ટીવીએ મને બધુ જ આપ્યું છે - સમ્માન, પૈસો, ખ્યાતિ અને સંતોષ, સ્ટ્રોંગ કેરેકટર્સ ભજવવા જેટલો સંતોષ બીજા શેમાંય નથી. મને સતત આવા સ્ટ્રોંગ મળતા છે. એકલા લકને કારણે મને આ બધી તકો નથી મળી.' એમ સુધા કહે છે.
કેન્સર વેળા સપોર્ટ આપવા બદલ હિનાએ મહિમા ચૌધરીનો આભાર માન્યો
હિના ખાન અત્યારે કેન્સરની સારવારમાંથી એક બહાદુર વ્યક્તિની જેમ પસાર થઈ રહી છે. તેણે તાજેતરમાં જ એક સંવેદનશીલ બર્થ ડે મેસેજ મહિમા ચૌધરી પર પાઠવ્યો. આ મેસેજમાં હિના ખાને લખ્યું, 'આ સાથેની તસવીર છે એ મારા પ્રથમ કેમો થેરાપિના દિવસની છે અને એક દેવદૂત સમી મહિલાએ હૉસ્પિટલમાં મને અચાનક આશ્ચર્યચકિત કરી દીધી. તે દિવસે મારી સાથે રહી. મને માર્ગદર્શન સુધ્ધાં આપ્યા. આ ઉપરાંત મને પ્રેરણા પણ આપી. મારા જીવનના આ સૌથી મુશ્કેલ તબક્કા દરમિયાન આ બાબત એક રોશની સમો બની રહે છે અને તે એક મહાનાયક સમી બની રહી છે.'
આ સંદર્ભે હિનાએ વધુમાં જણાવ્યું, 'મારી મુસાફરી તેના કરતાં વધુ સરળ છે. આ બાબતની ખાતરી કરવા તેણે મને બહાર કાઢી. તેણે મારા આત્માને ઊંચો કર્યો અને મારા માર્ગના દરેક પગલાં પર મને દિલાસો આપ્યો. તેની મુશ્કેલીઓ મારા જીવનના અમૂલ્ય પાઠ બની ગયા. તેનો પ્રેમ અને દયા અદ્ભુત હતી. મારો માપદંડ અને તેની હિંમત એ તો મારા જીવનના સૌથી મોટા ધ્યેય બની ગયા. અમે બંને મિત્રો બન્યા અને અમારા વ્યક્તિગત અનુભવો શૅર કર્યા. જો કે તેણે મને કદીય એવું અનુભવવા દીધું નહીં કે હું એકલી છું. તેણે એ પાર પાડયું. આટલું જ નહીં, તેણે એ વાતની ખાતરી કરી કે હું અનુભવું પણ છું અને માનું પણ છું. તમે પણ હંમેશા આ દૈવી-સુંદર આત્મા રહો, વ્હાલી મહિમા. હેપ્પી બર્થ ડે!!!
સિમરન પર થયો લાલબાગચા રાજાના પંડાલમાં દુરવ્યવહાર!
તાજેતરમાં જ અભિનેત્રી સિમરન બુધરૂપ મુંબઈમાં 'લાલબાગચા રાજા'ના પંડાલમાં દર્શન કરવા માટે ગઈ હતી. તેના અને તેની માતા ગણાધિપતિના દર્શન માટે ગયા હતા ત્યારે તેમની સાથે અત્યંત ખરાબ દુરવ્યવહાર કરાયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ અંગે સિમરન બુધરૂપે જણાવ્યું હતું કે 'હું મારી માતા સાથે મારા સહકલાકારો સંગાથે ભગવાનના દર્શને ગઈ હતી. મોટાભાગના કલાકારોની જેમ હું પણ કોઈક સાથે વાત કરીને દર્શન માટે ગઈ હતી, જેથી કરીને દર્શનમાં કોઈ વિક્ષેપ નહીં પડે અને સરળતાથી દર્શનની પ્રક્રિયા પૂરી થાય,' એમ સિમરને જણાવ્યું હતું. જો કે આ પછી તેણે આ ઘટનાને યાદ કરતાં વધુમાં સિમરને જણાવ્યું હતું કે 'ભીડમાં અમારો એક સહકલાકાર અમારાથી વિખુટો પડી ગયો. તે અમને એસ્કોર્ટ કરી રહેલી વ્યક્તિને શોધવા ગયો અને તે પાછો ફર્યો ત્યાં સુધીમાં અમારા દર્શનનો વારો આવી ગયો. હું નમી. મારી માતાએ તે ક્ષણને કેપ્ચર કરવા માટે તેનો ફોન બહાર કાઢ્યો ત્યારે એક કાર્યકર્તાએ તેનો ફોન ઝૂંટવી લીધો.' આ સાથે જ સિમરને પ્રશ્ન ઉઠાવે છે કે જ્યારે દરેક વ્યક્તિ દર વર્ષે કરે છે ત્યારે ફોટો લેવાથી સમસ્યા શા માટે થાય છે?'
આખી દુનિયા બાપ્પા સાથે ફોટા લે છે. આ ઉપરાંત ફોટા અથવા વીડિયોને પ્રતિબંધિત કરતા કોઈ ચિહ્નો નહોતા. જ્યારે મારી માતાએ તેનો ફોન પાછો મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વ્યક્તિએ તેને ધક્કો માર્યો.' આ સાથે જ સિમરન જણાવે છે, 'તે સમયે મેં દરમિયાનગીરી કરી અને તેને કહ્યું, 'તમે તેની (મારી માતા) સાથે આવી રીતે વાત કરી શકો નહીં અથવા તેના પર દબાણ કરી શકતા નથી. તે એક વરિષ્ઠ નાગરિક છે!'