Get The App

રશિયા-યુક્રેન યુદ્ધમાં તંગદિલી વધતાં સોનામાં તેજીનો ચમકારો: ક્રૂડ પણ ઉછળ્યું

- ચાંદી વધી જ્યારે પ્લેટીનમ, પેલેડીયમ ઘટયું

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
રશિયા-યુક્રેન યુદ્ધમાં તંગદિલી વધતાં સોનામાં તેજીનો ચમકારો: ક્રૂડ પણ ઉછળ્યું 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનામાં તેજી આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ ઉંચા ખુલ્યા પછી નરમ રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે યુદ્ધની તંગદીલી વધતાં તથા ક્રૂડતેલના ભાવ ઉછળતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની સક્રિય લેવાલી જોવા મળી હતી. 

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૨૪થી ૨૬૨૫ વાળા ઉંચામાં ૨૬૭૩ થઈ ૨૬૬૭થી ૨૬૬૮ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૮૫ વાળા વધી રૂ.૩૧.૩૧ થઈ ૩૧.૦૫ થી ૩૧.૦૬ ડોલર રહ્યા હતાઅમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૮૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૯૧૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઉંચકાયા હતા.

વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૭૩.૫૦ વાળો વધી ૭૪.૩૨ થઈ ૭૪.૨૦ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૭.૭૪  વાળા ઉંચામાં ૭૦.૩૨ થઈ ૭૦.૧૯ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૩૪૦ વાળા રૂ.૭૬૬૨૪ રહ્યા હતા. ૯૯.૯૦ના ભાવ રૂ.૭૫૫૪૦ વાળા રૂ.૭૬૯૩૨ રહ્યા હતા.

  જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૫૪૫ વાળા રૂ.૯૦૬૨૦  થઈ રૂ.૯૦૩૧૭ રહ્યા હતા .

દરમિયાન કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૮૪.૫૦ સુધી  પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં  પેલેડીયમના ભાવ ઔંશના૧૦૨૭ ડોલર રહ્યા હતા.  જયારે  પ્લેટીનમના ભાવ ૯૬૦ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ ૦.૪૭ ટકા નરમ હતા.


bullion

Google NewsGoogle News