Get The App

સોનામાં વધ્યા ભાવથી પીછેહટ: ચાંદી રૂ.1500 તૂટી: ક્રૂડમાં અઢી ટકાનો કડાકો

- ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી

- દેશમાં સોના પછી હવે ચાંદીમાં હોલમાર્કનો વ્યાપ વધારવા હિલચાલ: ડોલર વધી રૂ.૮૪.૪૪થી ૮૪.૪૫ બોલાયો

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
સોનામાં વધ્યા ભાવથી પીછેહટ: ચાંદી રૂ.1500 તૂટી: ક્રૂડમાં અઢી ટકાનો કડાકો 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહીહતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ઘટાડો જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં ભાવમાં પીછેહટના પગલે ઘરઆંગણે ઈમ્પોર્ટ  કોસ્ટ ઘટતાં તથા સરકારે ટેરીફ વેલ્યુ પણ ઘટાડતાં ઘરઆંગણાના ઝવેરીબજારોમાં આજે વધ્યા ભાવથી પીછેહટ દેખાઈ હતી.

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં  તથા અમેરિકાના બોન્ડની યીલ્ડ વધતાં વિશ્વબજારમાં સોનામાં વધ્યા મથાળે ફંડોની વેચવાલી દેખાઈ હતી. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી ગબડતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૨૫૬૯થી ૨૫૭૦ વાળા નીચામાં ૨૫૫૪થી ૨૫૫૫ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૨૫૬૩થી ૨૫૬૪ ડોલર રહ્યા હતા.

 સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૬૮થી ૩૦.૬૯ વાળા નીચામાં ભાવ ૩૦.૧૮થી ૩૦.૧૯ થઈ છેલ્લે ૩૦.૨૭થી ૩૦.૨૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૩૯૦૦ વાળા રૂ.૭૩૭૫૦ તથા  ૯૯.૯૦ના ભાવ  રૂ.૭૪૨૦૦ વાળા રૂ.૭૪૦૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૮૮૯૦૦ વાળા રૂ.૮૮૫૦૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૬૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૬૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૧૫૦૦ તૂટી રૂ.૮૮૫૦૦ બોલાતા થયા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૫૦થી ૯૫૧ વાળા નીચામાં ૯૩૫થી ૯૩૬ થઈ છેલ્લે ભાવ ૯૪૧થી ૯૪૨ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના ભાવ ૯૬૬થી ૯૬૭ વાળા નીચામાં ૯૪૧થી ૯૪૨ થઈ છેલ્લે ભાવ ૯૫૩થી ૯૫૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ સપ્તાહના અંતે ૦.૭૬ ટકા માઈનસમાં રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ બેથી અઢી ટકા વધુ તૂટયા હતા. માગ સામે સપ્લાય વધવાના સંકેતો હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૧.૮૯ વાળા નીચામાં ૭૦.૮૩ થઈ છેલ્લે ૭૧.૦૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૭.૯૯ વાળા નીચામાં ૬૬.૮૨ થઈ છેલ્લે ભાવ ૬૭.૦૨ ડોલર રહ્યા હતા. 

ધી ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ આવતા વર્ષે ૨૦૨૫માં વૈશ્વિક ધોરણે ક્રૂડતેલની દૈનિક માગ કરતાં દૈનિક ઉત્પાદન આશરે ૧૦ લાખ બેરલ્સ વધુ રહેવાની શક્યતા છે. વિશ્વબજારમાં ક્રૂડમાં ચીનની નવી માગ ધીમી રહી છે. ભારતમાં સોના પછી હવે ચાંદીમાં હોલમાર્ક ફરજીયાત કરવાની દિશામાં હિલચાલ શરૂ થઈ રહ્યાન ાવાવડ મળ્યા હતા.

દરમિયાન, ચીનમાં ગેસની ડિમાન્ડ વધી રહ્યાન ાવાવડ હતા. સાઉદી અરેબીયાથી મળતા સમાચાર મુજબ ત્યાંના ક્રાઉન પ્રિન્સે રિઓ ખાતે યોજાવાથી જી-૨૦ દેશોની મુલાકાતે જવાનું કેન્સલ કર્યું છે. આ ઘટના પર ક્રૂડતેલ બજારના ખેલાડીઓની નજર રહી છે. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વધી રૂ.૮૪.૪૪થી ૮૪.૪૫ આસપાસ બોલાઈ રહ્યા હતા.

bullion

Google NewsGoogle News