Get The App

સોનું વિશ્વ બજાર પાછળ ફરી ઉંચકાયું : ચાંદી રૂ.2000ઉછળી રૂ.90,000ને આંબી ગઈ

- જો કે સરકારે સોના-ચાંદીની ટેરીફ વેલ્યુંમાં ઘટાડો કરતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં પીછેહઠ: વિશ્વ બજારમાં ફંડો ફરી દાખલ થયા

- ફોરેકસ રિઝર્વમાં વધુ ૬.૪૦ અબજ ડોલરનો ઘટાડો

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
સોનું વિશ્વ બજાર પાછળ ફરી ઉંચકાયું : ચાંદી રૂ.2000ઉછળી રૂ.90,000ને આંબી ગઈ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ગુરૂનાનક જયંતિના પગલે બેન્ક હોલીડેના કારણે બુલીયન બજાર બંધ રહી હતી. જો કે બં બજારે સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઝડપી વધી આવ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૫૫૪થી ૨૫૫૫ ડોલરથી વધી ઉંચામાં ભાવ ૨૫૭૩ થઈ ૨૫૭૨ ડોલર રહ્યાના સમાચાર હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કેસ્ટ વધતાં દેશના ઝવેરી બજારોમાં આજે તેજી દેખાઈ હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૬૬૦૦ તથા ૯૯.૦૯૦ના રૂ.૭૬૮૦૦ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ ઉછળી ફરી રૂ.૯૦ હજારની સપાટીને આંબી ગયા હતા.  વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશના ૩૦.૧૦થી ૩૦.૧૧ ડોલરવાળા વધી ૩૦.૭૮થી ૩૦.૭૯ થઇ ૩૦.૭૭ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોની લેવાલી વધ્યાના વાવડ મળ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૧૦૬.૬૭ વાળો નીચામાં ૧૦૬.૪૨  સુધી ઉતર્યો હતો. મુંબઈ બુલીયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૩૪૪૪ વાળા વધી રૂ.૭૩૯૦૦  તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૩૭૩૯ વાળા રૂ.૭૪૨૦૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૭૧૦૩ વાળા ઉછળી ૮૮૯૦૦ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટીના સાતેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  દરમિયાન, દેશનું ફોરેક્સ રિઝર્વ વધુ ૬.૪૦ અબજ ડોલર ઘટી ૬૭૫.૬૫ અબજ ડોલર થયાના સમાચાર મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં તાજેતરમાં ડોલર સામે રૂપિયાને તૂટતો અટકાવવા રિઝર્વ બેન્ક તથા સરકારી બેન્કો દ્વારા ડોલર વેંચવામાં આવતાં ફોરેક્સ રિઝર્વમાં  પીછેહઠ થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવે ઔંશના ૯૩૪થી ૯૩૫ વાળા ૯૫૩ થઈ ૯૫૦થી ૯૫૧ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૯૩૦થી ૯૩૧ વાળા ૯૬૮ થઈ ૯૬૬થી ૯૬૭ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી  ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો  કર્યાના સમાચાર આવ્યા હતા. આના પગલે ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા. 

સોનાની આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં ૧૦ ગ્રામના ૮૯૧થી ઘટી ૮૩૭ ડોલર થઈ છે. જ્યારે ચાંદીની ટેરીફ વેલ્યુ કિલોદીઠ ડોલરના સંદર્ભમાં ૧૧૦૯ વાળી ૧૦૦૫ ડોલર કરાયાના સમાચાર દિલ્હીથી મળ્યા હતા.

bullion

Google NewsGoogle News