Get The App

લગ્નસરા સમયે સોનું રૂપિયા 2000 ઉછળીને રૂ.80,000ની સપાટીએ

- વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ૨૭૦૦ ડોલર પાર કરી ગયા : દેશમાં સોનાની આયાત ૩૦ ટકા ઘટયાના નિર્દેશો

- સોના પાછળ ચાંદી પણ ઊંચકાઈ : પ્લેટીનમ, પેલેડીયમ, ક્રૂડ તથા કોપરમાં જો કે પીછેહઠ

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
લગ્નસરા સમયે સોનું રૂપિયા 2000 ઉછળીને રૂ.80,000ની સપાટીએ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ પણ ઉંચકાયા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશદીઠ ૨૭૦૦ ડોલરની સપાટી ઉપર જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે સતેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો.  

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૮૦ હજારની સપાટી પાર કરી જતાં ઝવેરીઓ સ્તબ્ધ થઈ ગયા હતા તથા લગ્નસરાના મોસમી ગ્રાહકો પણ હેબતાઈ ગયા હતા.  દરમિયાન, ભારતમાં સોનાની આયાત આશરે ૩૦ ટકા ઘટી ઓકટોબરમાં ૮૨થી ૮૭ ટન આસપાસ થઈ છે જે ગયા વર્ષે ઓકટોબરમાં ૧૨૧થી ૧૨૨ ટન  નોંધાઈ હતી એવું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાપવુ બે હજાર રૂપિયા ઉછળી ૧૦ ગ્રામના ભાવ ૯૯.૫૦ના રૂ.૮૦૩૦૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૮૦૫૦૦ બોલાયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૯૧૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૬૭થી ૨૬૬૮ વાળા વધી ઉંચામાં ભાવ ૨૭૦૮તી ૨૭૦૯ ડોલર થઈ ૨૬૯૯થી ૨૭૦૦ ડોલર રહ્યાના સમાચાર મળ્યા  હતા. રશિયા રશિયા યુક્રેન યુદ્ધમાં તંગદીલી વધતાં વેૈશ્વિક સોનામાં ફંડો એક્ટીવ બાયર્સ રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૧.૦૫થી ૩૧.૦૬ વાળા ઉંચામાં ૩૧.૪૦થી ૩૧.૪૧ થઆ ૩૧.૨૯થી ૩૧.૩૦ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૬૬૨૪ વાળા વધી રૂ.૭૭૪૭૫  તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૬૯૩૨ વાળા વધી રૂ.૭૭૭૮૭  રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૩૧૭ વાળા વધી રૂ.૯૦૮૫૦ રહ્યા હતા. મુંબઈ  સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા  ઉંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૫૯થી ૯૬૦ વાળા  ૯૬૫ થઈ ૯૬૧ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૧૦૨૬થી ૧૦૨૭ વાળા ઉંચામાં ૧૦૪૬થી ૧૦૪૭ થઈ ૧૦૧૬થી ૧૦૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ સવા ટકો ઘટયા હતા. 

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધ્યા ભાવથી ઘટાડા પર રહ્યા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલદીઠ ૭૪.૨૦ વાળા ૭૩.૬૪ થઈ ૭૩.૮૦ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૦.૧૯ વાળા નીચામાં ૬૯.૪૯ થઈ ૬૯.૫૫ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. રશિયા-યુક્રેન યુદ્ધના છમકલાઓ પર બજારની નજર રહી હતી.  વૈશ્વિક ડોલર વધતાં તેની અસર ક્રૂડ તથા કોપર પર નેગેટીવ જોવા મળી હતી.

bullion

Google NewsGoogle News