Get The App

બિટકોઈન પ્રથમ જ વખત 77000 ડોલરની નવી સપાટીએ

- એથરમનો ભાવ પણ ૩૦૦૦ ડોલરની નજીક

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
બિટકોઈન પ્રથમ જ વખત 77000 ડોલરની નવી સપાટીએ 1 - image


મુંબઈ : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ ક્રિપ્ટોકરન્સીસમાં શરૂ થયેલી રેલી સપ્તાહ અંતે પણ જળવાઈ રહી હતી અને મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન શુક્રવારે પહેલી જ વખત ૭૭૦૦૦ ડોલરને પાર જોવા મળ્યો હતો. બિટકોઈનની સાથે અન્ય ક્રિપ્ટોસમાં પણ સપ્તાહ અંતે સુધારો આગળ વધ્યો હતો.

શુક્રવારે બિટકોઈન ૭૭૧૦૫ ડોલર થઈ પ્રોફિટ બુકિંગે ઘટી ૭૬૭૦૦ આસપાસ કવોટ કરાતો હતો. બીજી મોટી ક્રિપ્ટો એથરમનો ભાવ પણ ૩૦૦૦ ડોલરની નજીક પહોંચી ગયો હતો. 

હાલની રેલીમાં ખરીદદારો છથી બાર મહિના માટે પોઝિશનિંગ કરી રહ્યાનું જણાય છે. હાલની રેલી રિટેલ કરતા સંસ્થાકીય રોકાણકારોને કારણે વધુ જોવા મળી રહી છે. ૨૦૨૫માં ક્રિપ્ટોકરન્સીસ બજારમાં પ્રવૃત્તિમાં જોરદાર વધારો થવાની બજારના ખેલાડીઓ અપેક્ષા રાખી રહ્યા છે.

અમેરિકામાં સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના અધ્યક્ષ ગેરી જેનસ્લરને હઠાવવાના ટ્રમ્પના પ્રયાસો હશે. છેલ્લા એક વર્ષમાં એસઈસી દ્વારા ક્રિપ્ટો ઉદ્યોગ સામે અનેક સખત પગલાં લેવાયા છે.



Google NewsGoogle News