પાલનપુરમાં ગ્રામ રક્ષક દળના જવાનોની ભરતી પ્રક્રિયા દરમિયાન હોબાળો

- પોલીસના આયોજનના અભાવે વ્યવસ્થા ખોરવાતાં

- ૧૮૩ પુરુષ બેઠકની ભરતીમાં ૩૫૦૦થી વધુ ઉમેદવારો ઉમટી પડતા ધક્કામુક્કી જોવા મળી

Updated: Nov 27th, 2021


Google NewsGoogle News
પાલનપુરમાં ગ્રામ રક્ષક દળના જવાનોની ભરતી પ્રક્રિયા દરમિયાન હોબાળો 1 - image

પાલનપુર તા.૨૭

પાલનપુર પોલીસ હેડ કવાર્ટરના મેદાનમાં ગ્રામ રક્ષક દળના જવાનોની ભરતી પ્રક્રિયા દરમિયાન ૧૮૩ પુરુષ બેઠકો સામે ૩૫૦૦થી વધુ બેરોજગાર ઉમેદવારો આવી પહોંચ્યા હતા. ભરતીના સ્થળે પીવાના પાણી અને શૌચાલયની સુવિધાના અભાવે તંત્રની વ્યવસ્થા ખોરવાઈ જતાં ધક્કામુક્કી થતાં એક તબક્કે ભારે હોબાળો થતા પોલીસને બળ પ્રયોગ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

બનાસકાંઠા જિલ્લાના વિવિધ ૨૨ પોલીસ મથક વિસ્તારના ગામડાઓમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે ગ્રામ રક્ષક દળ ના ૧૮૩ પુરુષ અને ૨૭૬ મહિલા માટે ભરતી જાહેર કરાઈ હતી. જેમાં પુરુષ ઉમેદવારો માટે શનિવારે પાલનપુર ના પોલીસ હેડ કવાર્ટર ખાતે શારિરીક પરિક્ષા યોજવા માં આવી હતી. જોકે ૧૮૩ જીઆરડીની બેઠક સામે ૩૫૬૦ ઉમેદવારો વહેલી સવાર થીજ પરિક્ષા સ્થળે  ઉમટી પડયા હતા જ્યાં પાણી કે  શૌચાલય ની કોઈ જ વ્યવસ્થા ન હોઈ અવ્યવસ્થા સર્જાઇ હતી. ે ઉમેદવારો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી જેને લઈ  ે વ્યવસ્થા જાળવવા માટે પોલીસને હળવો બળ પ્રયોગ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.ે જીઆરડી ની ૨૭૬ બેઠક માટે ૪૨૫ મહિલા ઓએ અરજી કરી છે જેમની આજે રવિવારે પાલનપુર ખાતે શારિરીક કસોટી લેવામાં આવશે જોકે જીઆરડી ની ભરતી માં ધો.૩ પાસ અને ૨૦ થી ૫૦ વર્ષ ની વય મર્યાદા નક્કી કરાઇ હોઈ મોટી સંખ્યામાં  બેરોજગારો શિક્ષિત ઉમેંદવારો ભરતી માં આવતા બેરોજગારી ના વરવા દ્રશ્યો સર્જાયા હતા.

કયા વિસ્તારમાં કેટલા જીઆરડીની નિમણૂક કરાશે

પાલનપુર ,ગઢ અને અમીરગઢ માં ૧૦ પુરુષ, ૭૫ ી,દાંતા,હડાદ અને અંબાજીમાં ૨૦ પુરુષ,૧ ી,શિહોરી અને થરામાં  ૩૨ પુરૃષ અને ૨૫ ી,ધાનેરા,પાંથાવાડા અને દાંતીવાડામાં પુરૃષ ૦૦ અને ૨૫ ી,વડગામ અને છાપીમાં ૪૫ પુરુષ અને ૨૫ ી, ડીસા રૃરલ,ભીલડી અને આગથળા માં ૩૬ પુરૃષ અને ૫૦ ી,વાવ, માવસરી અને સુઇગામ માં ૫ પુરુષ અને ૨૫ ી,દિયોદર અને ભાભર માં પુરુષ ૦૦ અને ૨૫ ી અને થરાદ માં ૩૬ પુરુષ અને ૨૫ ી લોક રક્ષક દળ ના જવાનો ની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે.

પીવાના પાણી અને શૌચાલયની સુવિધાનો અભાવ

ગ્રામ રક્ષક દળના જવાનોની ભરતી પ્રક્રિયા વખતે પાલનપુર પોલીસ હેડ કવાર્ટર ખાતે તંત્ર દ્વારા ભરતીના સ્થળે ઉમ્દવારો માટે પીવાના પાણી અને શૌચાલયની પુરતી વ્યવસ્થા કરવામાં આવી ના હોવાથી જિલ્લાભરમાંથી ઉમટી પડેલા યુવાનોને ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો.

મામલો થાળે પડયા બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી

પાલનપુરના પોલીસ હેડ કવાર્ટર ખાતે જીઆરડીના જવાનોની ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો દાડી આવતા અવ્યવસ્થા સર્જાઈ હતી.જેના લીધે એક તબક્કે પોલીસને બળપ્રયોગ કરવો પડે તેવી સ્થિતી સર્જાઈ હતી.જોકે સમજાવટ બાદ મામલો શાંત પડતા છેવટે જીઆરડી જવાનોની શારીરીક કસોટીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.


Google NewsGoogle News