Get The App

વાંચો તમારું 27 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય

Updated: Feb 27th, 2025


Google NewsGoogle News
વાંચો તમારું 27 ફેબ્રુઆરી 2025નું રાશિ ભવિષ્ય 1 - image


મેષ : સંતાનના પ્રશ્ને આપને ચિંતા- ઉચાટ અનુભવાય, પરદેશના કામમાં રૂકાવટ જણાય, મહત્ત્વના નિર્ણય લેવા નહીં.

વૃષભ : આપના કામકાજમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ કામમાં પ્રતિકૂળતા જણાય. મિત્રવર્ગ સાથે વાદ- વિવાદથી સંભાળવું પડે.

મિથુન : યાત્રા- પ્રવાસ, મિલન- મુલાકાતમાં આપે સાવધાની રાખવી પડે. નોકર- ચાકર વર્ગથી તકલીફ જણાય, ધીરજ રાખવી.

કર્ક : તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં. શારીરિક- માનસિક કોઈને કોઈ તકલીફ આપ અનુભવો.

સિંહ : માનસિક પરિતાપ રહે, અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાત મુલત્વી રાખવી, રાજકીય- સરકારી કામમાં ઉતાવળ ન કરવી.

કન્યા : હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ આપને કાંઈને કાંઈ તકલીફમાં મુકવા પ્રયાસ કરે. કોર્ટ- કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે.

તુલા : વાણીની સંયમતા રાખીને શાંતિથી આપનું કામકાજ કરવું. સંતાનના પ્રશ્ને આપના ચિંતા- પરેશાનીમાં વધારો જણાય.

વૃશ્ચિક : આપ હરો- ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય- મનને શાંતિ- રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

ધન : સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ સાથે વાદ- વિવાદ, ગેરસમજ- મનદુ:ખથી સંભાળવું પડે, પરદેશના કામમાં રૂકાવટ જણાય.

મકર : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. સામાજિક, વ્યવહારિક, કામમાં રૂકાવટ જણાય.

કુંભ : માનસિક- પરિતાપ- વ્યગ્રતા રહે, વિચારોની અસમંજસતા દ્વિધા અનુભવાય, મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં.

મીન : રાજકીય- સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપને કોઈને કોઈ રૂકાવટ- મુશ્કેલી જણાય, નાણાંકીય લેવડદેવડમાં ધ્યાન રાખવું.

- અગ્નિદત્ત પદમનાભ


Google NewsGoogle News