4 મહિના પછી ઊઠવાના છે ભગવાન! દેવઊઠી એકાદશી પર આ વસ્તુ ઘરે લાવશો તો અઢળક પૈસા આવશે!
Dev Uthi Ekadashi 2024 : 12 નવેમ્બરના રોજ દેવ ઊઠી અગિયારસ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગશે અને ચાતુર્માસ સમાપ્ત થશે. જ્યોતિષશાસ્ત્રીઓના કહેવા પ્રમાણે જ્યારે દેવઊઠી એકાદશી પર ભગવાન વિષ્ણુ જાગે છે, ત્યારે ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: દેવદિવાળી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ: મિથુન-વૃષભ રાશિના જાતકોને થશે ધનલાભ
શું છે આ શ્રીયંત્ર ?
શ્રીયંત્રને શંકરાચાર્ય દ્વારા સિદ્ધ કરવામાં આવેલું છે. તેને વિશ્વનું સૌથી શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને ધનનું પ્રતિક પણ માનવામાં આવે છે. શ્રીયંત્રના વિવિધ પ્રકારના આકારો હોય છે. જેમ કે, સપાટ, ઊભરેલું અથવા પિરામિડ આકારનું હોય છે. દરેક પ્રકારના શ્રીયંત્ર લાભ પણ અલગ અલગ આપે છે.
શ્રીયંત્રનો ઉપાય
દેવઊઠી અગિયારસ પર સ્ફટિક પિરામિડથી બનેલા શ્રીયંત્રને પૂજા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે તો તે ખૂબ શુભ રહેશે. અને તેને ગુલાબી કાપડ અથવા નાના બાજોઠ પર પર સ્થાપિત કરવું જોઈએ.
આ પણ વાંચો: સૂર્યનું વૃશ્ચિક રાશિમાં થશે ગોચર, આ રાશિના લોકોનું ભાગ્ય સોનાની જેમ ચમકી ઊઠશે
સ્થાપિત કર્યા બાદ દરરોજ સવારે આ યંત્રનો જળથી અભિષેક કરવો અને ફૂલ ચઢાવીને પૂજા કરો અને ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવો અને શ્રીયંત્રના મંત્રનો જાપ કરો.
મંત્ર આ પ્રકારે છે
'શ્રીં હ્રીં ક્લીં એં સૌ: ઓમ હ્રીમ શ્રીમ ક એ હું ઈ લ હ્રીમ હ સ ક હ લ હ્રીમ સ ક લ હ્રીમ સૌ: એમ ક્લીમ હ્રીમ શ્રીમ'. આર્થિક સંકટ દૂર થશે અને ધંધા રોજગારમાં પ્રગતિ થશે.