આ વખતે દીપોત્સવ પર 21 લાખ દિવાથી ઝળહળી ઊઠશે અયોધ્યા, 4 દેશ 24 પ્રદેશોની રામલીલાનું થશે મંચન
રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલાં યોજાનાર આ વખતના દિપોત્સવને લઈને યોગી સરકારે ખાસ તૈયારીઓ કરી છે
સીએમએ કહ્યું કે 4 દેશ અને 24 પ્રદેશોની રામલીલાનું મંચન પણ કરાશે. આ આયોજન પર આખી દુનિયાની નજર રહેશે
Ayodhya Diwali News | અયોધ્યામાં દિવાળી આ વખતે અનેક રીતે ખાસ હશે. આમ તો 2017થી અહીં દર વર્ષે દિવાળીએ અનેક રેકોર્ડ સર્જાય છે પણ રામલલ્લાની (Ayodhya Ram mandir) મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાથી પહેલાં યોજાનાર આ વખતના દિપોત્સવને લઈને યોગી સરકારે ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે 21 લાખ દિવાથી અવધપુરી ઝગમગી ઊઠશે. તેની સાથે ફરી એક વિશ્વરેકોર્ડ સર્જાશે.
સીએમ યોગી આદિત્યનાથે કરી હાઈ લેવલ બેઠક
આ મામલે ખુદ સીએમ યોગી આદિત્યનાથ (UP Government)એક્ટિવ છે અને તેમણે એક હાઈ લેવલની બેઠકનું નેતૃત્વ કર્યું હતું. જેમાં તેમણે દિવાળી, હનુમાન જયંતિ, દિપોત્સવ, છઠ્ઠ પૂજા, દેવોત્થાન, એકાદશી, દેવ દિવાળી વગેરે પર્વો માટે ખાસ દિશાનિર્દેશ આપ્યા હતા. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે શાંતિ, સુરક્ષા અને સૌહાર્દ સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવે. અરાજક તત્વો સાથે કોઈ નરમાશ ન વર્તવામાં આવે.
દીપોત્સવ સનાતન પરંપરાનો અભિન્ન અંગ
તેમણે કહ્યું કે દીપોત્સવ આપણી સનાતન પરંપરાનો અભિન્ન હિસ્સો છે. તે મર્યાદા પુરષોત્તમ ભગવાન શ્રીરામ, મા સીતા અને લક્ષ્મણજીના 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાની પાવન સ્મૃતિ સ્વરૂપ છે. અયોધ્યાન દીપોત્સવમાં ભગવાન શ્રીરામની અયોધ્યા વાપસી, ભરત મિલાપ, શ્રીરામ રાજ્યાભિષેક વગેરે પ્રસંગોનું પ્રતીકાત્મક ચિત્રણ પણ કરાશે. સરયુ નદીની આરતી પણ ઉતારાશે.
4 દેશ અને 24 પ્રદેશોની રામલીલાનું મંચન
સીએમએ (CM Yodi Adityanath) કહ્યું કે 4 દેશ અને 24 પ્રદેશોની રામલીલાનું મંચન પણ કરાશે. આ આયોજન પર આખી દુનિયાની નજર રહેશે. એટલા માટે તેની ભવ્યતામાં કોઈ કમી ન રહે. અયોધ્યા જિલ્લામાં ઠેર ઠેર સમારોહનું સીધું પ્રસારણ કરાશે. આ સાથે 23 થી 26 નવેમ્બર સુધી કાશીમાં ગંગા મહોત્સવ અને 27મીએ કાર્તિક પૂર્ણિમાના અવસરે દેવ દિવાળીનું ભવ્ય આયોજન કરાશે.