IKIGAI એક જાપાનીઝ આઈડિયા છે, જે સુખી અને સ્વસ્થ જીવનની પ્રેરણા આપે છે. IKI અર્થાત જીવન અને GAI અર્થાત મૂલ્ય એમ બે શબ્દોને જોડતો આ શબ્દ જીવન જીવવા માટે સરળ રસ્તો બતાવે છે.

સક્રિય રહો, નિવૃત્ત ના થાઓ : નિવૃત્તિનો અર્થ એ નથી કે સાવ નિષ્ક્રિય થઈ જાઓ. તમારી જાતને સક્રિય રાખવી જરૂરી છે. પછી ભલે તે શોખ હોય કે મનપસંદ પ્રવૃત્તિ કે જે તમને સક્રિય રાખે.

બાબતોને હળવાશથી લો : દુનિયા ઘણીવાર વ્યસ્તતાને મહત્વ આપે છે, પણ ક્ષણોને ધીમી કરવી અને તેનો મજા માણવી જરૂરી છે. માઈન્ડફૂલનેસની કળા અપનાવો, આરામથી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો.

સારા મિત્રોથી જાતને ઘેરાયેલી રાખો : એક મજબૂત સપોર્ટ સિસ્ટમ તમારી હિંમત બનશે. મિત્રો જે તમને આગળ ધપાવે તેમને હંમેશા જીવનમાં રાખો. તેમના હોવાથી જીવનનો ભાર ઓછો લાગશે.

કુદરત સાથે જોડાયેલા રહો : સિમેન્ટના જંગલોની વચ્ચે, પ્રકૃતિ સાથે ફરી જોડાવાથી મનને શાંતિ મળશે. સૂર્યોદય જુઓ, બગીચામાં ચાલો અને હાઈકિંગ માટે જાઓ.

શારીરિક પ્રવૃત્તિને મહત્ત્વ આપો : નિયમિત કસરત કરો, તમારા શરીરને હેલ્થી ખોરાક આપો. તંદુરસ્ત જીવનશૈલી માત્ર દીર્ઘાયુષ્ય જ નહીં પરંતુ જીવનની ગુણવત્તામાં પણ વધારો કરે છે.

આભાર માનો : તમારા જીવનમાં તમને જે કંઈ પણ મળ્યું છે તેના માટે આભાર માનો. પછી ભલે તે ગમે તેટલું નાનું હોય. કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી સકારાત્મક માનસિકતા વધશે.

વર્તમાનમાં જીવો : ભૂતકાળને યાદ કરી કે ભવિષ્યની ચિંતા કરીને તમારી વર્તમાન ક્ષણ ખરાબ ન કરશો. હાલની ક્ષણને જીવો, પછી ભલે તે કોઈક સાથે વાતચીત કરવી હોય કે ભોજનની મજા લેવી હોય.

ચહેરા પર હંમેશા સ્મિત રાખો : સ્મિત ફક્ત તમારા દિવસને જ નહીં પરંતુ તમારી આસપાસના લોકોનો પણ દિવસ સુધારશે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હસવાની ટેવ કેળવો.

જીવન જીવવાનો તમારો ઉદ્દેશ્ય શું? : તમારા હોવાના કારણ પર વિચાર કરો. જો તમારું ધ્યેય મળી જશે તો તે તમને પોઝિટીવ દિશા તરફ લઈ જશે.

More Web Stories