ઓડિશાના પૂરીમાં આવેલું જગન્નાથ મંદિર રહસ્યોથી ઘેરાયેલું છે, એવા રહસ્ય જેને આજદિન સુધી વૈજ્ઞાનિકો પણ ઉકેલી શક્યા નથી.

શ્રી જગન્નાથ મંદિરની ટોચ પરનો લાલ ધ્વજ હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે, આનું કારણ હજુ કોઈ જાણી શક્યું નથી.

મંદિરની નજીક ઊભા રહીને એનો ગુંબજ જોવો અશક્ય છે, તેનો પડછાયો જમીન પર નથી પડતો.

પુરીમાં ગમે તે ખૂણેથી જો તમે મંદિરની ટોચ પરનું સુદર્શનચક્ર જોશો, એ તમને હંમેશાં તમારી સામે દેખાશે.

મંદિરના ગુંબજની આસપાસ અત્યાર સુધી કોઈ પક્ષી ઊડતું જોવા મળ્યું નથી. એના પરથી વિમાન ઊડાડી શકાતું નથી.

મંદિરના રસોડામાં 20 લાખ ભક્તો ભોજન કરી શકે છે. પ્રસાદ ક્યારેય વ્યર્થ જતો નથી. લાખો લોકો આવે તો પણ પ્રસાદ ગ્રહણ કરીને જાય છે.

પ્રસાદ રાંધવા માટે 7 વાસણ એકબીજા પર મૂકવામાં આવે છે, જો કે સૌથી ઉપરના વાસણનો ખોરાક પહેલા તૈયાર થઈ જાય છે.

મંદિરના દરવાજાના પ્રથમ પગથિયામાં પ્રવેશ્યા પછી તમને સમુદ્રનો અવાજ આવતો બંધ થઈ જાય છે.

જગન્નાથજીની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની પૂજા થાય છે, ત્રણેય મૂર્તિ લાકડાની છે. દર 12 વર્ષે પ્રતિમા બદલવામાં આવે છે.

જ્યારે મૂર્તિ બદલવાની હોય ત્યારે આખા પૂરીમાં અંધકાર કરી દેવામાં આવે છે. ભગવાન જગન્નાથની જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ નીકાળી નવી મૂર્તિમાં સ્થાપિત કરાય છે. તેને સ્થાપિત કરનાર પૂજારીના આંખે પાટા બાંધવામાં આવે છે.

માન્યતા છે કે આ બ્રહ્મ પદાર્થ ભગવાન હરી શ્રીકૃષ્ણનું હૃદય છે, જેને મૂર્તિમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે.

આ મંદિરમાં બિન-હિન્દુ ધર્મના લોકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, અહીં વિશ્વની સૌથી મોટી રથયાત્રા નીકળે છે.

More Web Stories