- Home>>
- Astro
- આજ નું પંચાગ
- આજ નું ભવિષ્ય
- સુપ્રભાતમ્
તા. ૧૯-૨-૨૦૧૮ સોમવાર
વિનાયક ચોથ - પંચક છે.
આજે શિવાજી જયંતી છે.
શતભિષામાં સૂર્ય - ચાંદી, કપડાના ભાવ...
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૦ સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૫૮ મિ. (સૂ) ૭ ક. ૫૬ મિ. (મું) ૭ ક. ૫૪ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ બપોરના ૧ ક. ૩૮ મિ. સુધી પછી રેવતી.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ (શતભિષા), મંગળ-વૃશ્ચિક, બુધ-કુંભ, ગુરુ-તુલા, શુક્ર-કુંભ, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-મીન.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૭-૩૦ થી ૯-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે ૧૯૩૯, હેમલંબી સંવત્સર. જૈનવીર સંવત : ૨૫૪૪ ઉત્તરાયણ/વસંતઋતુ, રાષ્ટ્રીય દિનાંક : માહ-૩૦ / વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : ફાગણ સુદ ચોથ સોમવાર.
* વિનાયક ચોથ * આજે પંચક છે. * ભદ્રા ૧૭-૨૧ થી ૨૯-૧૫ સુધી.
* શિવાજી જયંતી.
* સૂર્ય શતભિષામાં ૧૭-૧૩ થી.
વિશેષ : * ૧૪ દિવસમાં ચાંદીના ભાવ વધે?
* સરસવ, શણ, કપડા, ગળી, રીંગ, જાયફળ, દ્રાક્ષ, ખારેક, સુંઠના ભાવ વધે!
* સાપાવાડા સ્વા. મંદિર પાટોત્સવ.
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ જમાદી ઉલ આખર માસનો ૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ મહેર માસનો ૭ રોજ અમરદાદ
તા. ૧૯ ફેબ્રુઆરી
મેષ : વિનાયક ચોથ-શિવાજી જયંતીએ કામની વ્યસ્તતા રહે. આજે બજારોની વધઘટમાં આપે ધ્યાન આપવું પડે. નોકરીમાં શાંતિ જાળવવી.
વૃષભ : વિનાયક ચોથ-શિવાજી જયંતિએ આનંદ-ઉત્સાહ રહે. કામકાજની પ્રગતિ-સફળતાથી આનંદમાં રહો. સંતાનના કામમાં ધ્યાન આપી શકો.
મિથુન : આજે વિનાયક ચોથે ધર્મકાર્ય થાય. શિવાજી જયંતીએ નોકરી-ધંધાના તેમજ પોતાના અંગત કામકાજમાં ધ્યાન આપી શકો.
કર્ક : આજે ગણપતિની ભક્તિ-પૂજા-મંત્રજાપથી હૃદય-મનની પ્રસન્નતા રહે. શિવાજી જયંતી છે તેથી સબંધ-વ્યવહાર સાચવવો પડે.
સિંહ : વિનાયક ચોથ-શિવાજી જયંતીના આજના દિવસે તમારા કામકાજમાં, સબંધ-વ્યવહારમાં, સામાજીક કામમાં સંભાળવું પડે.
કન્યા : નોકરી-ધંધાનુ કામ સાનુકૂળતાથી કરી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પત્ની-સંતાન-પરિવારના કામ થઈ શકે.
તુલા : વિલંબમાં પડેલા કામના ઉકેલમાં ધ્યાન આપવું પડે. સરકારી-રાજદ્વારી કામમાં સબંધ-વ્યવહારમાં ચિંતા-ઉચાટ રહે.
વૃશ્ચિક : શિવાજી જયંતી-વિનાયક ચોથે આનંદ-ઉત્સાહથી તમારું અંગત કામ તેમજ અન્યનું કામકાજ કરી શકો. શેરોમાં ધ્યાન રાખવું.
ધન : સોના-ચાંદી-તાંબાના વેપાર-ધંધામાં, નોકરી-ધંધાના કામમાં આડોશ-પાડોશના-મિત્રવર્ગના સબંધ-વ્યવહારમાં ચિંતા-ઉચાટ રહે.
મકર : આજે વિનાયક ચોથે ધર્મકાર્ય થાય. શિવાજી જયંતીએ નોકરી ધંધાના તેમજ સરકારી-રાજકીય સબંધ-વ્યવહાર તાજા થાય.
કુંભ : શિવાજી જયંતી-વિનાયક ચોથે આનંદ ઉત્સાહથી તમારું કામકાજ કરી શકો. નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધંધો થાય.
મીન : માનસિક ચિંતા-વ્યગ્રતાના કારણે કામમાં એકાગ્રતા જળવાય નહીં. કામ કરવા ખાતર અનિચ્છાએ કરતા હોવ તેમ લાગ્યા કરે.
જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૧૯ ફેબ્રુઆરી
આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષનો પ્રથમ તબક્કો ચિંતા-રૃકાવટ મુશ્કેલીનો રહે. પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં કાર્યસફળતા-પ્રગતિથી-આવકથી તમે આનંદમાં રહો.
નોકરી-ધંધો
નોકરી ધંધામાં નાણાંકીય આયોજનમાં, જવાબદારીમાં આપે ધ્યાન રાખવું પડે. કાનૂની કાર્યવાહીમાં ફસામણી, વિવાદ થાય તેવા કોઈ કામ કે નિર્ણય કરવા નહીં.
કાન-દાંત-દાઢમાં તકલીફ
કાન-દાંત-દાઢમાં તકલીફથી ચિંતા-ખર્ચ થાય. સાંભળવાની તકલીફના લીધે તમારું કામ કરવામાં મુશ્કેલી અનુભવો. વધુ પડતા મોબાઈલના ઉપયોગમાં સંભાળવું પડે.
પુત્ર પૌત્રાદિક
પુત્ર પૌત્રાદિક માટે વર્ષનો ઉત્તરાર્ધ પ્રગતિનો રહે. સંતાનના વિદ્યાભ્યાસ-વિવાહ-લગ્નનો પ્રશ્ન સાનુકૂળ થાય. પરદેશ જવાનું થાય. નોકરી-ધંધાની આવક શરૃ થાય.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં. મિત્રવર્ગથી સંભાળવું પડે.
સત્પુરૃષોનો સંગ કરવો.