Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

''ઊંટને શા માટે ખૂંધ હોય છે ?''

આ ઊંટને તેના માલિકના અન્ય પ્રાણીઓની જેમ કામ કરવું ગમતું ન હતું. તે આખો દિવસ ઝાડી ઝાંખરા ચરી અને તળાવના કિનારે મસ્તીમાં પડી રહેતું હતું

કો ઈ પ્રાણીને નહિ અને માત્ર ઊંટને ખૂંધ કેમ હોય છે ?તો, આ એ યુગની વાત છે, જ્યારે પ્રાણીઓને મનુષ્યના કામ માટે ઉપયોગમાં લેવાની હજુ શરુઆત થઈ હતી. એ સમયે રણમાં એક કામચોર ઊંટ રહેતું હતું, તેની આ વાત છે.

આ ઊંટને તેના માલિકના અન્ય પ્રાણીઓની જેમ કામ કરવું ગમતું ન હતું. તે આખો દિવસ ઝાડી ઝાંખરા ચરી અને તળાવના કિનારે મસ્તીમાં પડી રહેતું હતું. જ્યારે તેને બીજા સાથીદાર પ્રાણીઓ કામ કરવાની સલાહ આપતા તો 'ઊંહુ'(લ્લેંસ્ઁલ્લ) કહી ના પાડી દેતું હતું.

એક સોમવારની સવારે તેનો સાથીદાર ઘોડો કામે જવા પીઠ ઉપર પલાણ એ મોઢામાં લગામ સાથે નીકળ્યો ત્યારે તે ઊંટને કામે આવવા સમજાવા ગયો. પણ ઊંટે તેને 'ઊંહુ' કહી ના પાડી દીધી. ઘોડાએ તેના માલિકને આ વાતની જાણ કરી. અને કામે ચાલ્યો ગયો.

પછી તુરત કૂતરો આવ્યો અને કહ્યું, 'ઊંટજી, ઊંટજી ! ચાલો અમારી સાથે કામે જવા જોડાઈ જાઓ.'જવાબ હતો 'ઊહું'. કૂતરો પણ ચાલ્યો ગયો અને માલિકને જાણ કરી. છેલ્લે તેનો ત્રીજો સાથીદાર બળદ આવ્યો, તેના ગળામાં ધૂંસરી જોડેલી હતી. તેણે કહ્યું, ''ઉટ્ટભાઈ.. એ ઊંટભાઈ ! ચાલો મારી સાથે ખેતર ખેડવા'' જવાબ એક જ હતો 'ઊહું'બળદે આ વાત માલિકને કરી કામે ચાલ્યો ગયો.

તે સાંજે આ પ્રાણીઓના માલિકે બધા પ્રાણીઓને સાથે બોલાવ્યા અને કહ્યું કે, ''હું. આ ઊંટની ઊંહુવાળી વાતથી બહુ દુ:ખી છું. તેથી તેને હું એકલો જ છોડી દેવા માંગુ છું. એટલે તમારે હવે કામ પૂરુ કરવા, તમારે હવે તેના ભાગનું વધારે કામ કરવું પડશે.''

માલિકની આ વાતથી ત્રણેય પ્રાણીઓ ખુબ ગુસ્સે ભરાયા અને રણની સીમાએ પંચાયત બોલાવી. ઊંટ રાબેતા મુજબ થોરના ડાંડલા ચાવતું ચાવતું આવ્યું, અને કામ કરવાની વાત આવી એટલે અટ્ટહાસ્ય કરી 'ઊહું !' કહી ચાલ્યું ગયું.

બનવા જોગ એજ સમયે બધા રણોનો જિન્ન એવો 'ડીજિન્ન'તેના જાદુના પ્રતાપે હવા પર સવાર થઈ સુસવાટા દેતો આંધીની જેમ પસાર થયો. તેણે સભા જોઈ એટલે રોકાણો અને ચર્ચામાં સામેલ થયો.

ઘોડાએ નમન કરી અદબ સાથે રજુઆત કરી, ''હે, સમસ્ત રણના જિન્ન શ્રી ડીજિન્ન, આપ જ કહો આ નવા યુગમાં કોઈએ કામ કર્યા વગર નવરા રહેવું જોઈએ ?'' ડીજિન્ન કહ્યું, ''બિલકુલ નહિ. મને જણાવો કે, એ પ્રાણી કોણ છે ?'' ઘોડાએ કહ્યું, ''તો સાંભળો, તમારા આ રણમાં એક એદી પ્રાણી રહે છે ! જેની લાંબી ડોક, લાંબા પગ અને લબડતા હોઠ છે. તેણે આ સોમવારની સવારથી કશું કામ કર્યું નથી.''

ડિજિન્ને આ સાંભળી આશ્ચર્યથી સીટી વગાડતા કહ્યું ''અરે એ તો અમારા અરબસ્તાનનું સોનુ છે, તેણે શું કહ્યું ?'' જવાબમાં બળદે કહ્યું, ''તે ખેતીમાં નહિ જોડાય કે ન તો કોઈ ભાર વહન કરે. કામ માટે તેની પાસે ફક્ત એક જ જવાબ છે ઊંદુ.''

ડીજિન્ને કહ્યું, 'અચ્છા ! એક મીનીટ થોભો, હું તેનું ઊંદું કાઢી નાખીશ'આમ કહી ડીજિન્ન હવામાં ઓગળી ગયું.
ડીજિન્ને હવાઈ નિરીક્ષણ કરતાં તે ઊંટને રણની એક તલાવડીના કિનારે બેસી પાણીમાં પડતા તેના પ્રતિબિંબને જોતા નિરાંતે બેઠેલ જોયું. ડીજિન્નો ઊંટને કહ્યું, 'મારા પ્યારા દોસ્ત, મેં સાંભળ્યું છે કે, આ જમાનામાં તું કામ કરવા બિલકુલ રાજી નથી. મારા મત મુજબ કામ તો કરવું જ જોઈએ. પણ ઊંટે તેના અસલી મિજાજ સાથે  'ઊહું'કહી નનૈયો ભણ્યો.'

આશ્ચર્યચકિત ડીજિન્ન ત્યાં જ બેસી ગયો અને ખુબ વિચારી તેણે તેનું મહાજાદુ અજમાવવાનું નક્કી કર્યું. તેણે ઊંટને કહ્યું, ''તે તારા બેવકૂફી ભર્યા એદીપણાથી સોમવાર સવારથી ત્રણ દિવસ કામ કર્યું નથી. એટલે તારે તેની ભરપાઈ કરવી પડશે. જવાબમાં ફરી 'ઊંહું !'''

ડીજિન્ને ફરીથી કહ્યું, ''પણ હું તને કામે ચઢાવવા જ માંગુ છું'' પણ ફરીથી એ જ 'ઊહું'. હવે ડીજિન્નને ગુસ્સો ચડયો. તેણે તેનું જાદુ અજમાવ્યું. ઊંટ તળાવમાં તેનું પ્રતિબિંબ જોઇ રહ્યું હતું ત્યાં તેને ખ્યાલ આવ્યો કે જેની ઉપર એને ખુબ નાઝ હતો તે પીઠ ઉપર એક ખૂંધ (લ્લેંસ્ઁ) ઉપસી આવી હતી. ડિજિન્ને કહ્યું, 'જોયું તારા કામ ન કરવાથી આ ખૂંધ નીકળી આવી છે. લ્લેંસ્ઁલ્લ (ઊહું)ને બદલે લ્લેંસ્ઁ (ખૂંધ) સમજાયું ?'

ઊંટ હવે ડરી ગયું હતુ, તે કામ કરવા તૈયાર થઈ ગયું. ડીજિન્ને કહ્યું, ''આજે ગુરુવાર છે. તે આ અઠવાડીયામાં ત્રણ દિવસ કામ નથી કર્યું, હવે કામે ચઢી જવાનું છે.'' ઊંટે કહ્યું, ''પણ હવે આ ખૂંધ સાથે કામ કરી શકીશ ?''ડીજિન્ને કહ્યું ''એ જ મારો હેતુ છે. તે ત્રણ દિવસ કામ નથી કર્યું એટલે હવે પછીના ત્રણ દિવસ કશું ખાધા વગર કામ કરવાનું છે. આ ખૂંધને લીધે તું ભૂખ્યો રહી કામ કરી શકીશ. તને તારા એદીપણાની આ સજા છે !'' પણ તને કોઈ દિવસ એમ ન લાગે કે મેં તારા માટે કશું કર્યું નથી, એટલે આ વ્યવસ્થા કરી આપી છે. હવે તું જા અને કામે ચઢી જા.

મિત્રો, એ દિવસથી ઊંટને ખૂંધની ભેટ મળી છે. અને એ જ ભેટથી પછીના વર્ષોમાં ઊંટ રણની વિષમ પરિસ્થિતિમાં ભૂખ્યા પેટે દિવસો સુધી કામ કરવા આદર્શ વાહન બની રહ્યું.
અને એટલે જ ઊંટને 'રણનું જહાજ'પણ કહેવામાં આવે છે. 


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar          
 

Post Comments