Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્ષારાણી

રીમ-ઝીમ આવી વર્ષારાણી,
આંખ ફરે ત્યાં પાણી પાણી

રીમ- ઝીમ આવી....

ચારેકોરે હરિયાળી ખીલી,
ધરતીએ ઓઢી ચાદર લીલી,

કલરવ કલરવ પંખીની વાણી,
રીમ-ઝીમ આવી...

તળ કૂવાના કાંઠે આવ્યા,
ખેડી ખેતર બી મોંઘા વાવ્યા,

સૌએ ઝરમર ચાલ વખાણી,
રીમ-ઝીમ આવી....

તરસ્યા ચાતકની આંખો ઠારી,
સુકા સરવરમાં છલછલ વારિ,

સમજે દુઃખડા એવી શાણી,
રીમ-ઝીમ આવી....

નભમાં મેઘધનુ સોહાયા,
દેખી હૈયા સૌ હરખાયા,

તું આવે તો સુખની લ્હાણી,
રીમ-ઝીમ આવી...

- આબિદ
 
Post Comments