Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સજીવમાં સૌથી દીર્ધાયુષી : વનસ્પતિ

દરેક સજીવને જન્મ અને અંત હોય છે. સજીવ સૃષ્ટિના આયુષ્યમાં ભારે વિવિધતા છે. કાચબા જેવા પ્રાણીઓ ૧૦૦ વર્ષ જીવે છે તો કેટલાક કિટકો દિવસોનું આયુષ્ય ભોગવી નાશ પામે છે. વનસ્પતિ પણ સજીવ છે. વિવિધ પ્રકારના વૃક્ષ, વેલા અને છોડના આયુષ્યમાં વિવિધતા હોય છે. પરંતુ વનસ્પતિ એ સજીવ સૃષ્ટિમાં સૌથી લાંબુ આયુષ્ય ભોગવે છે. પૃથ્વી પર કેટલાક વૃક્ષો હજારો વર્ષના આયુષ્યના છે.

વૃક્ષોના થડ ઉપર જેમ ઉંમર વધતી જાય તેમ દર વર્ષે નવું આવરણ આવે છે. થડના આડા છેદમાં આ આવરણ રિંગ તરીક જોવા મળે છે. વિજ્ઞાાનીઓ રિંગની ગણતરી કરીને વૃક્ષ જ આયુષ્ય નક્કી કરે છે. આ પ્રાથમિક અંદાજ છે. ઝાડનો પરિઘ, વિકાસનો દર અને થડના કોશોનો અભ્યાસ રીને વિજ્ઞાાનીઓ ઉંમરની વધુ ચોકસાઇથી અંદાજ કાઢે છે. આ અભ્યાસ મુજબ વિશ્વમાં કેટલાક વૃદ્ધ વૃક્ષોની ઓળખ મળી છે. પૃથ્વી પરનું સૌથી વૃદ્ધ વૃક્ષ બ્રિટનનું ગ્રેટ બસીન પાઇન ૪૮૪૪ વર્ષનું છે.

એલર્સ ફિટઝરિયા નામનું વૃક્ષ ૩૬૨૨ વર્ષ જુનું છે. શ્રીલંકાના અનુરાધાપુરમાં આવેલું બોધિવૃક્ષ ઈ.સ. પૂર્વે ૨૮૮માં વાવવામાં આવેલું માણસ દ્વારા વાવેલું વિશ્વનું આ સૌથી વૃદ્ધ વૃક્ષ છે અને આજે પણ હયાત છે. સમ્રાટ  અશોકની પુત્રી સંઘમિત્રાએ તે વાવેલું. આ વૃક્ષ પિપળાનું છે અને આજે પણ અસ્તિત્વમાં છે. ધાર્મિક મહત્ત્વ ધરાવતું હોવાથી તેની આસપાસ દસ ફૂટ ઊંચી દીવાલ અને ફેન્સિંગ કરેલી છે.

Post Comments