Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનેરી સુવાક્યો

(૧) મોટામાં મોટો ભિખારી એ છે કે જેની પાસે શ્રદ્ધાની મૂડી નથી.

(૨) ક્ષણને અજવાળે તે શિક્ષણ.

(૩) શરણ અને શરત એક સાથે રહી શકતા નથી.

(૪) હાય હાય કરે ત્યાં હોળી, હોય હોય કરે ત્યાં દિવાળી.

(૫) જેમ વિનય વધે  તેમ જ્ઞાનનો વિકાસ થાય છે.

(૬) વિજ્ઞાન સૃષ્ટિ બદલી શકે છે, પણ ધર્મ તો દ્રષ્ટિ બદલી નાખે છે.

(૭) પ્રભુભક્તિ કરાવે પાપમુક્તિ.

(૮) સફળતા બીજાને પાડવામાં નહીં, પણ ઊભા કરવામાં આવે છે.

(૯) સિંધુ જેટલા સિદ્ધાંતો કરતાં બિંદુ જેટલું આચરણ શ્રેષ્ઠ છે.

(૧૦) પગને રાખો ગરમ, પેટને રાખો નરમ, મગજ ના કરો ગરમ, ઘરનો પ્રથમ આ ધરમ. મગજ રહેશે શાંત તો ઘરમાં સૌ ઉપશાંત ને મુખ બનશે પ્રશાંત.

(૧૧) હૃદય રાખો વિશાળ, તો જીવન બનશે ખુશખુશાલ.

(૧૨) આપણા દિલમાં કોઇ વ્યક્તિ પ્રત્યેનો સદ્ભાવ તૂટે ત્યારથી પ્રસન્નતા કરમાવા લાગે છે.

(૧૩) આંખમાં જ્યારે વાસનાનો જન્મ થાય છે ત્યારે અંતરમાં ઉપાસનાનું મૃત્યુ થાય છે.

(૧૪) આકાશને અજવાળે આદિત્ય, અંતરને અજવાળે સત્સાહિત્ય.

(૧૫) મનના પાપ ચિંતનથી, વચનના પાપ જાપથી અને તનના પાપ સેવાથી દૂર થાય છે.

(૧૬) આપણી શાંતિ આપણા પોતાના દિલના દરિયામાં છે.

(૧૭) સદ્ગુરુ સાથે 'રિલેસન' એટલે સદ્ગતિનું રિઝર્વેશન.

(૧૮) ડાહ્યા અને મૂર્ખ માણસમાં ફેર શો ? ડાહ્યો માણસ પોતાના મનનો માલિક હોય છે અને મૂર્ખ માણસ પોતાના મનનો ગુલામ હોય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments