Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌથી વધુ ઉપયોગી શોધ સેફ્ટીપીન

સેફ્ટી પીન આપણા કેટલા ઉપયોગમાં આવે છે. તે તો તમે જાણતા જ હશો. સામાન્ય તારની બનેલી અને સાવ સસ્તી સેફટી પીન બનાવનાર એક સામાન્ય કારીગર જ હતો. અમેરિકાના વોલ્ટર હન્ટ નામના કારીગરે સૌ પ્રથમ સેફ્ટી પીન બનાવેલી.

ટાંકણી, સેફટી પીન, બ્લેડ અને રેઝર કે સ્ટેપ્લર જેવી સામાન્ય ઉપયોગની ચીજો ભલે નાની ગણાય પરંતુ આ બધી વસ્તુઓ પહેલીવાર બની હશે ત્યારે કેટલી રોમાંચક લાગી હશે. આવી નાની વસ્તુની શોધ કરીને ઘણા વિજ્ઞાાનીઓ કરોડપતિ પણ થઈ ગયેલા પરંતુ સેફટીપીનની વાત જુદી છે.

ઇ.સ.૧૮૪૯માં માત્ર ત્રણ કલાકની મહેનત કરી તેણે સેફટીપીન બનાવીને તેની ડિઝાઇન વેચી નાણાં મેળવ્યાં અને દેવું ચૂકવ્યું પણ તે ડિઝાઈન  ખરીદનારે સેફટીપીનનું ઉત્પાદન કરીને લાખોની સંપત્તિ મેળવેલી.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments