Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સંયોગ ત્યાં વિયોગ

રાજા ભતૃહરિ તેમની પ્રિય રાણી પિંગલાનું નિધન થવાથી ખૂબ વ્યથિત થઇને રાજમહેલ તજીને સ્મશાનમાં રહેવા લાગ્યા. ભતૃહરિને બોધ આપવા ગુરુ ગોરખનાથ એમની પાસે એક સાધારણ માટીનું વાસણ લઇને મળવા ગયા.

રાજા ભતૃહરિ પાસે જઇને એમણે માટીનું એ પાત્ર એમના હાથમાં એવી રીતે આપ્યું કે એને ભતૃહરિ બરાબર પકડી શક્યા નહીં અને પાત્ર નીચે પડીને ભાંગી ગયું.

એ તૂટેલા પાત્રને જોઇને ગોરખનાથજી હૈયાફાટ રુદન કરવા લાગ્યા. એટલે ભતૃહરિએ કહ્યું, ''ગુરુજી, આ તો સાધારણ માટીનું વાસણ છે. એના તૂટી જવાથી તમારે આટલા દુ:ખી થઇને રડવું ન જોઇએ. એ ગમે ત્યારે તૂટી જવાનું જ હતું.''

આ સાંભળીને ગોરખનાથજી બોલ્યા, ''એ જ મારે તમને સમજાવવાનું છે. માનવશરીર ક્ષણભંગુર છે ને મૃત્યુ અનિવાર્ય છે. એને ટાળી શકાય તેમ નથી. એટલે રાણી પિંગલાના મૃત્યુ પર અનહદ શોક કરીને કર્તવ્યથી વિમુખ થવું યોગ્ય નથી.'' ગુરુજીની વાતનો મર્મ પામી જઇ ભતૃહરિ પોતાનાં કર્તવ્ય પ્રત્યે અભિમુખ થયા.

મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, ''જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૃપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે.''

- મિતેશભાઇ એ. શાહ, કોબા
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments