Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રાણીઓમાં સુષુપ્તાવસ્થા શું છે?

પૃથ્વી પરનું જીવન ઠંડી, ગરમ, વરસાદ અને ભૌગોલિક રચના અને અન્ય કુદરતી પરિબળો સાથે અનુકુલન સાધીને વિકાસ પામ્યું છે. દરેક પ્રાણીઓની શરીર રચના હવામાન સાથે અનુકુળ રહે તેવી હોય છે.

પ્રાણીઓને વિષમ ઋતુઓનો સામનો કરવો પડે અને ક્યારેક ખોરાક ન મળે તેવી સ્થિતિ પણ સર્જાય. આવા સંજોગોમાં કેટલાંક પ્રાણીઓ કુદરતી રીતે જીવન સંકેલીને લાંબી નિંદ્રામાં સરી પડે છે. જાણે લાંબી ઊંઘ ખેંચતા હોય તેમ મહિનાઓ સુધી સુઈ રહે છે.

આ સ્થિતિને સુષુપ્તાવસ્થા કહે છે. દેડકાંની સુષુપ્તાવસ્થા જાણીતી છે. ચામાચિડિયાં, ઉંદર જેવા કેટલાક પ્રાણીઓ સુષુપ્તાવસ્થામાં જાય છે.

સુષુપ્તાવસ્થામાં પ્રાણી મોટે ભાગે જમીનમાં ઉંડા દરમાં સલામત સ્થળે રહે છે. મોટાભાગના પ્રાણીઓ કાતિલ શિયાળામાં સુષુપ્તાવસ્થામાં જાય છે.

આ અવસ્થામાં તેના હૃદયના ધબકારા ધીમા પડે છે અને શ્વાસ થંભી જાય છે. શરીરમાં શક્તિનો વપરાશ  ઘટી જાય છે અને રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. હવામાન અનુકૂળ થાય કે ગરમી વધે એટલે આ પ્રાણીઓ જાગૃત થઈ સક્રિય થવા માંડે છે.

ઉનાળામાં દેડકાં જમીનમાં ઉંડે સુષુપ્તાવસ્થામાં રહેતા હોય છે. ચોમાસાનો પ્રથમ વરસાદ પડે અને પાણી જમીનમાં ઉતરે કે તરત જ બધા દેડકા જાગીને બહાર આવી જાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments