Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાણીનું અજબ ગજબ

* પાણી પૃથ્વી પરની  સજીવ સૃષ્ટિના જીવનનો આધાર છે અને સદ્નસીબે વાતાવરણમાં પાણીનો પુષ્કળ જથ્થો વરાળ સ્વરૃપે રહેલો હોય છે. વિશ્વના તમામ ધર્મોમાં પાણીને દેવ ગણાય છે.

* પૃથ્વી પર બે અબજ વર્ષથી પાણીનો જથ્થો સમાન રૃપે જળવાઈ રહ્યો છે.

* માણસ ખોરાક વિના મહિનો જીવી શકે પણ પાણી વિના પાંચ કે સાત દિવસ જ જીવી શકે.

* પૃથ્વીનું ૭૦ ટકા તાજું પાણી ખેતી માટે વપરાય છે.

* દરિયામાંથી બાષ્પીભવન થયેલું પાણી દસેક દિવસ વરાળ સ્વરૃપે વાતાવરણમાં રહે છે.

* પૃથ્વી પરની હિમનદીઓમાં તાજા પાણીનો પુષ્કળ જથ્થો સંગ્રહ થયેલો છે.

* પાણી જામીને બરફ બને તો તેનું કદ વધે છે.

* પૃથ્વી પરના પાણીનો લગભગ ૯૭ ટકા ભાગ સમુદ્રોમાં છે.

* ખારા પાણીમાંથી બનેલા બરફમાં મીઠું હોતું નથી.

* મેટ્રિક સિસ્ટમમાં વજનનું માપ શુધ્ધ પાણીના જથ્થા પરથી નક્કી થયું છે. એક ઘન સેન્ટીમીટર શુધ્ધ પાણીનું વજન એક ગ્રામ ગણાય          છે.

* માણસનું  શરીર સરેરાશ ૫૦ થી ૬૫ ટકા પાણીનું બનેલું છે.

* પાણીમાં સૌથી વધુ પદાર્થો ઓગળી શકે છે.

* માણસના શરીરમાં જરૃરી પાણીના જથ્થામાંથી એક ટકો પાણી ઓછું થાય કે તરત જ તરસ લાગે છે.
 

Post Comments