Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાંતિદૂત નહેરુચાચા

વિશ્વયુદ્ધના પરિણામોએ તેમને એવા હચમચાવી નાંખ્યા કે દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના માટે તેમણે અગાધ પ્રયત્ન કર્યા

સાંજનો સમય હતો. ગાંધીબાપુ પોતાની રોજનિશીમાં દિવસભરના કાર્યક્રમની નોંધ લખી રહ્યા હતાં. અનાયાસે તેમની નજર નહેરુજી પર પડી.

તેમણે જોયું કે ક્યારેય ચૂપ ન રહેનાર, નહેરુજી ઉદાસ અને ચૂપચાપ બેઠા હતાં. ગાંધીજીએ તેમની નજદીક જઇને પૂછયું, 'જવાહર, શું થયું ? તારી તબિયત ઠીક નથી કે ? તું આમ ઉદાસ અને ચૂપ કેમ છે ?'

બાપુનો પ્રશ્ન સાંભળી નહેરુની આંખો ભીની થઈ ગઈ, અને તેમના મુખ પર ઉદાસીનતા અને વેદનાના ભાવ દોડવા લાગ્યા.

નહેરુ નતમસ્તકે બેસી રહ્યા એટલે બાપુ ફરીથી બોલ્યા, 'જવાહર, આઝાદીની લડત માટે તું મારી સાથે જોડાયો. બધી જ લડતમાં તું મારા પડખે રહે છે, જેલમાં પણ જાય છે. છતાં એવી કઇ વાત તને મુંઝવે છે, જેના કારણે તું આટલો ગમગીન છે ?'

'બાપુ, મેં મારા જીવનમાં ખૂબ સુખસાહેબી જોયા છે. આલિશાન બંગલામાં રાજકુંવર જેવો ઠાઠ મેં માણ્યો છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કર્યો છે. એક માંગતા અનેક મળે તેવું જીવન મેં માણ્યું છે, પરંતુ...
'પરંતુ શું ?' બાપુએ વચ્ચે જ પૂછયું.

'જ્યારે જ્યારે હું તમારી સાથે જયાં જયાં ફર્યો, મેં મારા દેશવાસિયોની સ્થિતિ, ગરીબી તેમણે સહન કરેલા અંગ્રેજોના જુલમ જાણ્યા. અભણ, અબુધ અને સીધા સાદા મારા દેશવાસિયોના મનનો ડર મેં પારખ્યો, ત્યારે મને મારી શ્રીમંતાઇ કડવી લાગી.

મેં બંધ આંખે ફકત અમીરીને જ ચાખી છે. મને મારા સુખસાહેબી પ્રત્યે નફરત થઇ ગઇ છે, મારું હૃદય દ્રવી ઉઠયું છે.'

'નહેરુ તારા દેશવાસિયોની દયનીય સ્થિતિ તું ઓળખી શક્યો, એ મારા માટે ખૂબ મહત્વની વાત છે. આજથી તું પણ તારા દેશવાસિયોમાં ભળી જા. સાદગીના સહારાથી તારા મનને માત્ર શાંતિ જ નહીં પરંતુ ખુશી અને આનંદ પણ મળશે.'

બસ, તે દિવસથી નહેરુચાચા ખાદીના સાદા વસ્ત્રો પરિધાન કરવા લાગ્યા અને સાદુ જીવન અપનાવીને જીવ્યા. વિશ્વયુદ્ધના પરિણામોએ તેમને એવા હચમચાવી નાંખ્યા કે દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપના માટે તેમણે અગાધ પ્રયત્ન કર્યા.

બાપુએ ચીંધેલી સાદાજીવનની કેડી પર ચાલતાં ચાલતાં તેમણે 'પંચશીલ'ના સિદ્ધાંતોનો ફેલાવો કર્યો. હિંસા અને વિશ્વયુદ્ધના ભણકારાની ધાર પર ઉભેલા વિશ્વને શાંતિની તાતી જરૃર છે. આવા મહાન શાંતિદૂત નહેરુચાચાને કોટિકોટિ પ્રણામ.

- ભારતી પી. શાહ
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments