Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મચ્છર જેવાં જીવડાં પ્રકાશથી કેમ આકર્ષાય છે ?

ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવાં અનેક જાતના જીવડા ઊડતાં જોવા મળે. આ જીવડાં મોટાભાગે ટયૂબલાઈટ કે પ્રકાશિત સ્રોતની આસપાસ વધું ઊડતાં હોય છે.

તે પ્રકાશ તરફ આકર્ષાતા હોય છે તેનું કારણ જાણો છો ?

મચ્છર, કૂદાં જેવા પાંખવાળા જીવડાં ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલા હોય છે. ખરેખર તે પ્રકાશથી આકર્ષાતા નથી. આ જીવમાં દિશા શોધન અજબનું હોય છે. આ જીવડાંની દૃષ્ટિ સતેજ હોય છે.

તેઓ સૂર્ય કે ચંદ્રના પ્રકાશને આધાર રાખી દિશા શોધી રસ્તો કાપે છે. ચોમાસામાં વાદળ વાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ હોતો નથી.

ટયૂબલાઈટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજી દિશા શોધવાનો પ્રયાસ કરે છે. એટલે ટયૂબલાઈટની આસપાસ ચક્કર માર્યા કરે છે. જુદી- જુદી દિશામાં બે કે ત્રણ ટયુબલાઈટ હોય તો તેઓ વધું ભ્રમમાં મૂકાય છે.

ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાંખોવાળા નાના જીવડાં ખોરાકની શોધમાં તેજસ્વી રંગો ફૂલોથી આકર્ષાતા હોય છે.

તે રીતે જ ટયૂબલાઈટથી આકર્ષાય છે. મોટે ભાગે આવાં જીવ ટયૂબલાઈટની આસપાસ સમૂહમાં જોવા મળે છે. તે આપણે જોઈએ છીએ.

ઘણા વિજ્ઞાાનીઓ માને છે કે ટયૂબલાઈટની તદ્ન નજીક પહોચ્યા પછી અતિશય પ્રકાશ સામે તેમની આંખ અનુકૂલન સાધી શક્તી નથી અને લગભગ અંધ બની જાય છે. એટલે જ ચકરાવા માર્યા કરે છે.
 

Post Comments