Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જમીન પર વસનારૃં સૌથી મોટું પ્રાણી : હાથી

- હાથી એક જ એવું પ્રાણી છે કે જેનું નાક લાંબી સૂંઢ આકારનું હોય. સૂંઢનો તે હાથ જેવો ઉપયોગ કરી શકે છે.

- હાથીની સૂંઢમાં ૫૦ હજાર કરતાંય વધુ સ્નાયુ હોય છે. તે સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉપાડી લે છે.

- હાથી એશિયન અને આફ્રિકન એમ બે પ્રકારના હોય છે. આફ્રિકન હાથીના દંતશૂળ અને કાન મોટા હોય છે.

- હાથીને દરરોજ લગભગ ૧૦૦ લીટર પાણી અને ૨૦૦ કિલોગ્રામ ખોરાક જોઇએ. ખાવા-પીવા માટે તે સૂંઢનો ઉપયોગ કરે છે. ખોરાક કે વનસ્પતિ સૂંઢ વડે ઊંચકીને મોંમાં મૂકે છે. સૂંઢમાં પાણી ભરીને મોંમાં ઠાલવે છે. તેની સૂંઢમાં પાંચ લીટર પાણી સમાય છે.

- હાથીના પગના તળિયા સંવેદનશીલ હોય છે. દૂર સુધી થતા અવાજના મોજાને પગના તળિયા દ્વારા પારખી શકે છે. હાથી છ કિલોમીટરની ઝડપે ચાલે છે. તે કૂદકા મારી શકતો નથી. કદાવર હોવા છતાં પાણીમાં તરી શકે છે.

- હાથીની ચામડી લગભગ એક ઈંચ જાડી હોય છે છતાં માખી કે મચ્છર બેસે તો પણ તેને ખબર પડી જાય તેટલી સંવેદનશીલ હોય છે.

- હાથીની આંખો નાની  અને દૃષ્ટિ નબળી હોય છે.

- હાથીના કાન સાંભળવાનું કામ ઉપરાંત શરીરના તાપમાન જાળવવાની કામ કરે છે. સતત કાન હલાવીને તે શરીરની ગરમીને બહાર કાઢે છે.

- પ્રાણીઓમાં હાથીનું મગજ સૌથી મોટું હોય છે. તેની યાદશક્તિ સારી હોય છે તેને પાળીને તાલીમ આપી શકાય છે.

- જંગલી હાથી વડીલ હાથીની આગેવાનીમાં ટોળામાં રહે છે. તે ૭૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે.

Post Comments