Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોમળ હૃદય

બંગાળના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાક્ષાત્ દયાની જીવંત મૂર્તિ સમા હતા. તેમનામાં બચપણથી જ દયાના સંસ્કારોનું આરોપણ કરનાર તેઓની માતા હતા.

માતાએ વિદ્યાસાગરને બચપણથી જ ગરીબોની સેવા કરવાનું શીખવાડયું હતું. વિદ્યાસાગરની માતા પોતાના બાળકોને જે ઉપદેશ આપતા એ પોતાના જીવનમાં ચરિતાર્થ પણ કરી બતાવતા.

શિયાળાની એક સાંજ ! કાતિલ ઠંડીમાં એક ભિખારણ પોતાના એક બાળકને લઇને વિદ્યાસાગરની માતા પાસે આવી. એના બાળક પર એક ફાટેલા ચીંથરા સિવાય અન્ય કોઇ વસ્ત્ર નહોતું.

ભિખારણે વિદ્યાસાગરની માતાને આંસુભરી આંખે કહ્યું, ''મા, એકાદ ગરમ વસ્ત્ર મળી જાય તો મારા આ નાના બાળકની ઠંડીથી રક્ષા થાય.'' વિદ્યાસાગરની માતા કંગાળ બાઇને બાળકને ઠંડીમાં ધુ્રજતું જોઇ લાગણીવશ બન્યા. તેમણે જરા પણ વિચાર કર્યા વિના પોતાના શરીર પર જે ગરમ ધાબળો ઓઢ્યો હતો તે ઉતારીને પેલી બાઇના હાથમાં મૂક્યો અને કહ્યું, ''બહેન, બાળકને આ ધાબળો ઓઢાડજો.''

ધાબળો નવો હતો. બે દિવસ પહેલાં વિદ્યાસાગર એ ધાબળો મા માટે ખરીદી લાવ્યા હતા. બીજે દિવસે જ્યારે ઘરના માણસોને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ કહ્યું, ''આ તમે શું કર્યું ?''

મા બોલ્યા, ''જે કરવા જેવું હતું એ જ મેં કર્યું છે. કોઇ કુમળા બાળકને ઠંડીમાં થરથરતું મારાથી કેમ જોવાય ? આવું કુમળા ફૂલ જેવું બાળક ગરમ કપડા વિના કરમાઇ જાય. એવા કુમળા બાળકને કંઇ ઓછુ કરમાવા દેવાય ?''

- મિતેશભાઇ એ. શાહ
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments