Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગાંધીજીનો સમતા વ્યવહાર

મહાત્મા ગાંધીજી આફ્રિકાની જેલમાં હતા તે દિવસોની વાત છે. તે વખતે જેલમાં તેમની ઉપર દેખરેખ રાખવા માટે આફ્રિકાની ઝૂલુ જાતિના એક ખૂંખાર અને દુર્વ્યવહારી માણસની નિમણૂંક કરવામાં આવી હતી.

ગાંધીજી તો સહિષ્ણુતા અને સમાનતાના સાધક હતા, તેથી આ માણસના તમામ ખરાબ વ્યવહારોને તેઓ અમૃત માનીને  પી જતા અને કદી મોઢું કટાણું કરતા નહિ.

એક દિવસ આ માણસને એક સાપ કરડયો. તે માણસ ભયંકર પીડાને લીધે છટપટાવા લાગ્યો. તેને જે વેદના થતી હતી તે ગાંધીજી જોઇ શક્યા નહિ.

તેઓએ ચપ્પુ વડે સાપના ડંખની જગ્યાએ કાપ મૂકી મોં વડે ઝેર ચૂસી ચૂસીને બહાર ફેંકી દીધું. ત્યારબાદ વનસ્પતિની ઔષધિના લેપની પટ્ટી ડંખની જગ્યાએ મારી દીધી.

આથી તે માણસને થોડાક વખતમાં આરામ જણાવા લાગ્યો અને તે સાજો થઇ ગયો. ગાંધીજીના આવા સમતાપૂર્ણ વ્યવહારથી પેલા મનુષ્યના હૃદયનું પરિવર્તન થઇ ગયું અને ત્યારબાદ તે માણસ ગાંધીજીનો વિનમ્ર સેવક બની ગયો.

સમતા વ્યવહારમાં એવી શક્તિ હોય છે કે તે દુર્જનમાં દુર્જન વ્યક્તિના દુર્વ્યવહાર અને ક્રૂરતાને ગાયબ કરી નાખે છે !
 

Post Comments