Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પૃથ્વી અને તેનું વજન

કોઇ વસ્તુનું વજન કરવું હોય તો તેને કાંટા પર મૂકીને કરાય પણ પૃથ્વીનું વજન કઇ રીતે થાય ? પૃથ્વી પરની બધી વસ્તુઓનું વજન પૃથ્વીના ગુરૃત્વાકર્ષણને કારણે છે એટલે પૃથ્વીના વજનની વાત આશ્ચર્યજનક લાગે, વિજ્ઞાાનીઓએ  આશ્ચર્યજનક બાબતનો પણ વિચાર કરીને પૃથ્વીના વજન વિશે જાતજાતના તારણો કાઢયા છે તે રસપ્રદ છે.

પૃથ્વી એવડી મોટી છે કે તેનું વજન લખવું અઘરૃં પડે વિજ્ઞાાનીઓ એક ટૂંકા સૂત્ર વડે પૃથ્વીનું વજન લખે છે. પૃથ્વીનું વજન લગભગ ૫ ટ ૧૦(૨૧) મેટ્રિક ટન. (પાંચના અંક ઉપર ૨૧ શૂન્ય ચઢાવો તેટલા મેટ્રિક ટન)

પૃથ્વી ૪.૬ અબજ વર્ષની છે અને દરરોજ તેના પર સેંકડો કિલોગ્રામના અવકાશી પદાર્થો, ખરતા તારા વગેરે પડતું હોય છે. પરંતુ તેના કદના હિસાબે આ પદાર્થો નજીવા ગણાય. હાથી ઉપર કીડી ચડે તો હાથીના વજનમાં કંઇ ફેર પડે નહીં. પણ વિજ્ઞાાનીઓ કહે કે હાથીના વજનમાં ૦.૦૦૦૧ ગ્રામનો વધારો થયો.

પૃથ્વીની વાત જુદી છે. પૃથ્વી પર અવકાશી પદાર્થો પડે છે તેની સાથે સાથે પૃથ્વીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડી અવકાશમાં પણ જાય છે. પૃથ્વીના પેટાળમાં યુરેનિયમ જેવા ઘણા રેડિયો એક્ટિવ પદાર્થો છે. રેડિયો એક્ટિવ પદાર્થો ઘણું દળ ગુમાવે છે. આમ થોડી માત્રામાં વજન ઘટે પણ છે.

પૃથ્વીના કેન્દ્રમાંથી સતત ઉર્જા વધૂટે છે. જ્વાળામુખી ફાટે ત્યારે પણ પૃથ્વીમાંથી જંગી જથ્થો વછુટીને અવકાશમાં ફેલાય છે. પૃથ્વી કેટલો જથ્થો મેળવે છે અને કેટલો ગુમાવે છે તેનો અંદાજ વિજ્ઞાાનીઓ પણ મૂકી શકે નહીં. એટલે વિજ્ઞાાનીઓ કહે છે કે પૃથ્વીના વજનમાં બહુ વધઘટ થતી નથી.

Post Comments