Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દાનવીર કે દાનવી ?

જેઓ દાનમાં વીરતા દાખવે છે, તેઓ દાનવીર છે, જેઓ ભીરૃતા દાખવે છે તે દાનવી

દાનવીર દત્તો પંત.

શિવાજી મહારાજના સમયમાં એકવાર એવા શેઠ થઈ ગયા. નામ દત્તા શેઠજી. પૈસા ઘણાં. દાન-દક્ષિણા વહેંચવામાં તેમને કોઈ પહોંચી શકે નહિ. પોતાને મોટા દાનવીર કહેવડાવે. એટલે સુધી કે પોતે મહારાજા કરતાં મોટા દાનવીર છે, એવું જાહેર કરી રાજી થાય.

જ્યારે દાની ઘમંડ કરે છે, ત્યારે દાનનું પુણ્ય બળી જાય છે. એક વખત તેમની પર મહારાજની ખફા મરજી ઊતરી. દત્તા શેઠને ભાગી જવાનો વારો આવ્યો. ઘરમાંથી એક લાખનો એક કંઠો લીધો અને નીકળી ગયા બહાર.

વેશપરિવર્તન એવું કરેલું કે કોઈ ઓળખી શકે નહિ. પણ, ત્યારે જ એક સાધુ મહારાજ મળી ગયા. કહેવા લાગ્યા, 'સાધુને કંઈક આપતા જાવ દાનવીર દત્તો પંત.'

દત્તો પંત ચમક્યા. તેમણે પોતાનો મોતીનો કંઠો કાઢીને આપી દેતાં કહ્યું, 'તમે મને દાનવીર કહ્યો, માટે આ કંઠો ભેટ આપું છું. પણ કહો તો ખરા મહારાજ, તમે મને ઓળખ્યો કેવી રીતે ?'

સાધુ કહે, 'પહેલાં એ જવાબ આપો શેઠ, કે આ કંઠા સિવાય ઘરે બીજા કોઈ અલંકાર રાખ્યા છે ખરા કે ?'

શેઠ કહે, 'હા, ઘણા છે. જ્યારે પાછું જવાનું થાય ત્યારે જોઈશે ને ?'

'વસ્ત્રો કેટલાં રાખ્યાં છે ?'

'સારા પ્રમાણમાં.'

'અને ઘર ?'

'એ પણ અનામત છે.'

સાધુ મહારાજે કંઠો  પાછો આપતાં કહ્યું, 'શેઠ, આ કંઠો પાછો લો.'

દત્તો પંત પૂછવા લાગ્યા, 'કેમ - કેમ ?'

સાધુ કહે, 'આપ દાનવીર નહિ, દાનવી છો. એક 'ર'ને તમે તમારા તરફથી જોડી રાખ્યો છે. તમારી મિલકત વડે એ 'ર'ને તમે ખરીદી રાખ્યો છે.'

શેઠે પૂછ્યું, 'તમે આવું કેવી રીતે કહી શકો ?'

સાધુ કહે, 'જેઓ દાનવીર છે તેઓ તો કાલનો વિચાર કરતા નથી, ભવિષ્યનો વિચાર કરતા નથી અને કીર્તિનો કે ખ્યાતિનોય વિચાર કરતા નથી. જેઓ એવો વિચાર કરીને દાન કરે છે તેઓ તો માનવી છે, પણ દાન આપ્યા બાદ જેઓ કીર્તિ ઝંખે છે, તેઓ તો માનવી ય નથી, દાનવી જ છે, કેમ કે તેઓ તો દાનનો વેપાર કરે છે.'

શેઠ પગે પડયા. પૂછયું, 'આપ કોણ છો ?'

સાધુએ પોતાની ઓળખાણ ન આપી, પણ શેઠને લાગ્યું કે જેમ પોતે છૂપા વેશમાં હતા, તેમ છૂપા વેશમાં એ સાધુ પણ શિવાજી મહારાજ હતા.

કહે છે કે શેઠ દત્તો પંતે પછી સામે ચાલીને રાજ્યને પોતાની સઘળી મિલકત ધરી દીધી. અને આમ દત્તો પંત સાચા દાનવીર બની શક્યા, કેમ કે જે દેશને ચરણે સર્વસ્વ ધરે છે, એ જ સાચો દાનવીર છે !

- હરીશ નાયક
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments